Canada Nursing Career: કેનેડામાં નર્સ બનવું છે? નર્સિંગ માટે ટોપ-10 યુનિવર્સિટીઓ કઈ છે, અહીં જુઓ લિસ્ટ

Arati Parmar
2 Min Read

Canada Nursing Career: કેનેડામાં ક્વોલિફાઇડ નર્સોની મોટી સંખ્યામાં અછત છે, જે કારણે અહીં જો કોઈ નર્સિંગનો અભ્યાસ કરે છે, તો તેની કારકિર્દી ઉજ્જવળ બની શકે છે. નર્સ બનવાની ઈચ્છા રાખતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા એક એવો દેશ છે, જ્યાં તેમને વર્લ્ડ-ક્લાસ એજ્યુકેશન, વિવિધ સંસ્કૃતિ અને શ્રેષ્ઠ રોજગારીની તકો મળે છે. એટલું જ નહીં, પરંતુ કેનેડામાં નર્સિંગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં સારો પગાર પણ મળે છે, જે લાખોમાં છે.

કેનેડાની હેલ્થકેર સિસ્ટમ દર્દીઓની સુરક્ષા પર ખૂબ જ ભાર મૂકે છે. અહીં નર્સિંગનો અભ્યાસ કર્યા પછી ક્રિટિકલ કેર, બાળરોગ, વૃદ્ધાવસ્થા અને સામુદાયિક સ્વાસ્થ્ય જેવા અનેક ક્ષેત્રોમાં વિશેષતા (Specialization) પસંદ કરી શકાય છે. કેનેડામાં નર્સિંગ કર્યા પછી એક મોટો ફાયદો એ છે કે અહીં પરમેનન્ટ રેસિડેન્સી (PR) નો રસ્તો પણ ખુલી જાય છે. અહીં ઘણા રાજ્યોમાં PR પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જે ખાસ કરીને હેલ્થકેર વર્કર્સને જ ટાર્ગેટ કરે છે. ચાલો કેનેડામાં નર્સિંગ માટે ટોપ-10 યુનિવર્સિટીના નામ જાણીએ.

- Advertisement -

ટોપ-10 નર્સિંગ યુનિવર્સિટીઝ

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી (QS World University) દ્વારા તમને દુનિયાની ટોપ સંસ્થાઓ વિશે જાણવા મળી જશે. ક્યુએસ તરફથી દરેક સબ્જેક્ટના આધારે જ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. ક્યુએસની નર્સિંગની રેન્કિંગમાં નીચે મુજબની સંસ્થાઓ કેનેડામાં ટોપ-10 માં સામેલ છે:

- Advertisement -

ટોરોન્ટો યુનિવર્સિટી

અલ્બર્ટા યુનિવર્સિટી

- Advertisement -

બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી

મેકમાસ્ટર યુનિવર્સિટી

મેકગિલ યુનિવર્સિટી

ક્વીન યુનિવર્સિટી ઓફ કિંગ્સટન

કેલગરી યુનિવર્સિટી

ઓટાવા યુનિવર્સિટી

વેસ્ટર્ન યુનિવર્સિટી

મોન્ટ્રીયલ યુનિવર્સિટી

કેનેડામાં નર્સનો પગાર કેટલો છે?

કેનેડા જોબ બેંકના ડેટા મુજબ, અહીં નર્સોને ખૂબ જ સારો પગાર આપવામાં આવે છે. અહીં નર્સનો સરેરાશ વાર્ષિક પગાર 65 હજાર કેનેડિયન ડોલર (આશરે 45 લાખ રૂપિયા) થી 95 હજાર કેનેડિયન ડોલર (આશરે 65 લાખ રૂપિયા) ની વચ્ચે છે.

Share This Article