Career Tips: કારકિર્દી માટે યોગ્ય નિર્ણય લેવા તમારી જાતને પૂછો આ 4 પ્રશ્નો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Career Tips: તમારા જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે કારકિર્દીના નિર્ણયો લેવાનું સૌથી પડકારજનક કાર્ય લાગે છે. આ સ્થિતિમાં તમે સમજી નથી શકતા કે ભવિષ્યમાં કયો નિર્ણય વધુ અસરકારક રહેશે. જોકે, જ્યારે તમે કોઈ મોટા નિર્ણયો લો છો, ત્યારે તે સમયે તમે સૌથી વધુ તણાવમાં હોવ છો. તેથી જો તમે તમારા ભવિષ્ય માટે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માંગતા હોવ, તો વ્યૂહાત્મક નિર્ણય લેતા પહેલા, બધા પરિબળોનું મૂલ્યાંકન કરો અને ભવિષ્યના જોખમોનો અંદાજ લગાવો, અને તમારો નિર્ણય કેટલો ફ્લેક્સિબલ છે તે પણ ધ્યાનમાં લો. નિર્ણય લેતા પહેલા તમારે કેટલીક ટિપ્સ ધ્યાનમાં લેવી જોઈએ.

એક વર્ષ પછી કયો નિર્ણય અર્થપૂર્ણ રહેશે?

ક્યારેક એવા નિર્ણયો લેવા સરળ હોય છે જે તમારી તે સમયની સમસ્યાઓનું નિરાકરણ લાવે, પરંતુ વધુ મહત્ત્વનું એ છે કે આજે તમે જે નિર્ણયો લો છો તે ભવિષ્યમાં કેટલા અસરકારક રહેશે. નિર્ણયો લેતી વખતે, એ પણ જાણો કે તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો અને ભવિષ્યમાં તમે કયા જોખમો લેવા તૈયાર છો. આ પ્રશ્ન પોતાને પૂછવાથી તમે એવા નિર્ણય લેવાનું ટાળી શકો છો જે ખરેખર તમારા ભવિષ્યને અસર કરી શકે.

- Advertisement -

શું શીખવું જોઈએ?

જો તમે તમારા સૌથી મુશ્કેલ સમયમાં નિર્ણય લઈ રહ્યા છો, તો તમારી જાતને આ પ્રશ્ન પણ પૂછો કે જો હું મારા નિર્ણયમાં સફળ થઈશ, તો મારે આમાંથી શું શીખવું જોઈએ. ઘણીવાર, આવી પરિસ્થિતિઓમાં પણ તમે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લો છો, જે તમારા ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારી સફળતા અને તમારી નિર્ણય લેવાની ક્ષમતામાંથી અન્ય લોકો શું શીખી શકે છે તે પણ ધ્યાનમાં લો, જેથી ખરાબ સમયમાં નિર્ણય લેવાનું તેમના માટે સરળ બને.

શું તે ભવિષ્ય માટે તૈયાર કરશે?

જ્યારે પણ તમે અનિશ્ચિત સમયમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લો છો, ત્યારે તમને ક્યાંકને ક્યાંક ખચકાટ થાય છે કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો તે ખરેખર તમારા માટે ફાયદાકારક રહેશે કે નહીં. જોકે, આ વિચાર મનમાં આવવો સ્વાભાવિક છે, પરંતુ આ ઉપરાંત, એ પણ વિચારો કે જ્યારે પણ તમે ભવિષ્યમાં કોઈ મોટો નિર્ણય લેશો, ત્યારે તે તમને મુશ્કેલ સમયમાં ધીરજ સાથે નિર્ણયો લેવા માટે તૈયાર કરશે. તે તમને તમારી ક્ષમતાઓ વિશે જાણવાની તક પણ આપશે.

ઉતાવળ તો નથી કરી રહ્યાને?

જો તમે કોઈ મોટો નિર્ણય લઈ રહ્યા છો, તો વિચાર કરો કે તમે ઉતાવળ તો નથી કરી રહ્યાને. યોગ્ય નિર્ણય લેવા માટે, તમારા પાર્ટનર અને પરિવારના સભ્યો સાથે વાત કરો અને તેમના અભિપ્રાયને મહત્ત્વ આપો. આ તમને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરશે.

TAGGED:
Share This Article