Commercialization of Education: સરકાર આપે ગ્રાન્ટ, શાળાઓ કરે બેફામ લૂંટ: વાલીઓ પર 3,500 કરોડનો બોજ

Arati Parmar
5 Min Read

Commercialization of Education: સરકાર આપે ગ્રાન્ટ, શાળાઓ કરે બેફામ લૂંટ: વાલીઓ પર 3,500 કરોડનો બોજ

By : Reena Brahmbhatt

- Advertisement -

શિક્ષણ અને મેડિકલ જગત આમ તો તેવું ક્ષેત્ર છે કે, જ્યાં સેવા શબ્દ ક્યાંકને ક્યાંક જોડાયેલો છે.પરંતુ હવે શિક્ષણ હવે સેવા ન રહ્યું. તે એક મોટો બિઝનેસ મોડલ બની ગયું છે. અને કેમ સેવા શબ્દ વાપરવો ?શિક્ષણને નામે પ્રજાને જે રીતે લૂંટવામાં આવે છે તે માટે તમે તેને શિક્ષણ માફીઆ પણ કહી શકો.શિક્ષણમાં આજે મોટાપાયે તેનું ખાનગીકરણ થઇ ચૂક્યું છે.સામે છેડે સરકારી શાળાઓ અને સ્કૂલોની કે શિક્ષણની તે સ્થિતિ હોય છે કે, ગરીબ પેરેન્ટ્સ પણ પોતાના બાળકોને સરકારી શાળામાં મુકવા કરતા ખાનગી સ્કૂલ વધુ પ્રિફર કરે છે.પરંતુ એક જ બાળકને ભણાવતા ભણાવતા તેમના આંખે પાણી આવી જાય છે.અલગ અલગ કેટેગરીના નામે ફીસ સિવાયના નાણાં પણ ચૂકવવા પડે છે.ત્યારે અહીં આ અંગે ગયા મહિને જ શાળાઓ વેકેશન બાદ શરૂ થઇ હોવાથી, એક ખાસ અહેવાલ અહીં જોઈએ કે, લોકો ખાનગી શાળામાં ક્વોલિટી શિક્ષણ નામે કેવા લૂંટાય છે, અને સામે છેડે આ શાળાના સંચાલકો બન્ને તરફથી કેવી મઝા લૂંટે છે તે જોઈએ તો,

એક તરફ રાજ્ય સરકાર ખાનગી શાળાઓને શરૂ કરવા અને ચલાવવા માટે કરોડોની ગ્રાન્ટ અને સબસિડી આપે છે. બીજી તરફ એ જ શાળાઓ વાલીઓ પાસેથી અલગ-અલગ નામે મનસ્વી ઉઘરાણી કરીને કરોડો રૂપિયા કમાઈ રહી છે.

- Advertisement -

1: સરકાર કેટલી અને કેવી મદદ કરે છે?
ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર નીચે મુજબની સહાયો આપે છે:

1. જમીન અને ઈન્ફ્રા: 99 વર્ષના લીઝ પર સસ્તા દરે જમીન. બિલ્ડિંગ, લેબ, સ્માર્ટ ક્લાસ માટે કરોડોની ગ્રાન્ટ.
2. ટેક્સ રાહત: GST, પ્રોપર્ટી ટેક્સ અને અન્ય કરમાંથી મુક્તિ.
3. RTE ફંડ: 25% ગરીબ બાળકોના એડમિશન માટે સરકાર પ્રતિ બાળક ફી ચૂકવે છે.
4. માન્યતા અને સપોર્ટ: CBSE, GSEB માન્યતા પ્રક્રિયા સરળ બનાવવી.

- Advertisement -

2: સરકારની કડક શરતો – જે કાગળ પર જ છે
આ મદદ ના બદલામાં સરકારે નિયમો પણ બનાવ્યા છે:
1. ફી નિયમન: શાળા મનફાવે તેમ ફી ન વધારી શકે. ફી સ્ટ્રક્ચર સરકારી પોર્ટલ પર જાહેર કરવું પડે.
2. પુસ્તકની આઝાદી: વાલીઓને કોઈ ચોક્કસ દુકાન કે પબ્લિશર ફરજિયાત ન કરી શકાય.
3. પારદર્શિતા: દર વર્ષે ઓડિટેડ આવક-ખર્ચનો રિપોર્ટ જમા કરવો.
4. ગુણવત્તા: શિક્ષકોની ભરતી અને પગારના નિયમોનું પાલન કરવું.

3: શાળાઓની 6 પ્રકારની બેફામ લૂંટ
નિયમોને બાજુ પર મૂકીને શાળાઓ આ રીતે વાલીઓને લૂંટે છે:

1. પુસ્તક-સ્ટેશનરી કમિશન: સરકારી પુસ્તકો મફત હોવા છતાં ખાનગી ગાઈડ, વર્કબુક ફરજિયાત. પબ્લિશર 60% સુધીનું કમિશન આપે. ધોરણ 9 નો સેટ 4000-5000 નો હોય જેમાં શાળાને 1500 રૂપિયા મળે.
2. ફિક્સ દુકાન માફિયા: “આ જ દુકાનેથી યુનિફોર્મ, બેગ, બોટલ લેવાની” – બ્રાન્ડના નામે 2 ગણા ભાવે વેચાણ.
3. છુપી ફી: એડમિશન વખતે “ડેવલપમેન્ટ ફી”, “એડમિશન ફી”, “બિલ્ડિંગ ફંડ” ના નામે 10,000 થી 50,000 સુધીની ઉઘરાણી.
4. પરીક્ષા અને એક્ટિવિટી ફી: દર મહિને “પ્રોજેક્ટ”, “ટૂર”, “સ્પોર્ટ્સ ડે” ના નામે નાના-નાના હપ્તા.
5. ટ્યુશનનું દબાણ: શાળામાં ભણાવતા નહીં અને કહે કે “બહાર ટ્યુશન રાખો”. પોતાના જ શિક્ષકોની ટ્યુશન ક્લાસ ફરજિયાત.
6. RTE નો ભંગ: 25% ગરીબ બાળકોની સીટમાં પણ “ડોનેશન” માંગવાના કિસ્સા.

4: આંકડા શું કહે છે?
1. ગુજરાતમાં શિક્ષણ સાથે સંકળાયેલો વાર્ષિક કારોબાર: 3,500 કરોડથી વધુ
2. તેમાંથી 60% થી 80% વેપાર: માત્ર એપ્રિલ-મે-જૂનમાં
3. એક બાળક દીઠ વાલીઓનો વાર્ષિક ખર્ચ: 5,000 થી 15,000 રૂપિયા
4. માત્ર પુસ્તકો અને સ્ટેશનરીનું બજાર: 1000 થી 1800 કરોડ

5: બીજા ખાસ મુદ્દા જે ધ્યાનમાં લેવા જેવા

1. શિક્ષકોનો પગાર: સરકારી ગ્રાન્ટ છતાં ઘણી શાળાઓ શિક્ષકોને ઓછો પગાર આપે છે અને કરાર આધારે રાખે છે.
2. મોનિટરિંગનો અભાવ: ફી નિયમન સમિતિ અને શિક્ષણ વિભાગની તપાસ નામમાત્રની. ફરિયાદ કરનાર વાલીના બાળકને હેરાન કરવાના કિસ્સા.
3. માનસિક દબાણ: બાળકોને “તારી પાસે આ બ્રાન્ડની બેગ નથી” જેવા ડાયલોગથી હીનતા અનુભવ કરાવવી.

નિષ્કર્ષ:
સરકાર એક હાથે ગ્રાન્ટ આપે છે અને બીજા હાથે નિયમો બનાવે છે. પણ જમીન પર શાળાઓ બંને હાથે વાલીઓના ખિસ્સા ખાલી કરી રહી છે. જ્યાં સુધી કડક મોનિટરિંગ અને સજાની જોગવાઈ ન થાય ત્યાં સુધી આ “શૈક્ષણિક લૂંટ” બંધ નહીં થાય.

Share This Article