CRPF Recruitment 2026: CRPFમાં કોન્સ્ટેબલના પદો પર બમ્પર ભરતી, જાણો ક્યારથી કરી શકાશે અપ્લાય?

Arati Parmar
3 Min Read

CRPF Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં કોન્સ્ટેબલ પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ હજારો પદો ભરવામાં આવશે, જેનાથી સુરક્ષા દળમાં સામેલ થવાની સારી તક મળશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ૨૦ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯ મે ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો નક્કી કરેલા સમયની અંદર ઓનલાઈન અરજી કરી શકશે.

કેટલી વેકેન્સી પર થશે ભરતી?

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ ૯,૧૭૫ પદો પર નિમણૂક કરવામાં આવશે. જેમાંથી ૯,૦૯૬ પદ પુરુષ ઉમેદવારો માટે અને ૭૯ પદ મહિલાઓ માટે નિર્ધારિત છે. ટેકનિકલ અને ટ્રેડ્સમેનની સાથે પાયોનિયર વિંગના પદ પણ સામેલ છે. આ પદો પર અરજી કરવા માટે તમામ ઉમેદવારોનું કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ૧૦મું પાસ હોવું જરૂરી છે. કેટલાક પદો માટે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ અથવા અનુભવ પણ માંગવામાં આવ્યો છે, જેમ કે ડ્રાઈવર અને મિકેનિકના પદો માટે. આ ઉપરાંત વય મર્યાદાની વાત કરીએ તો ડ્રાઈવર પદ માટે ૨૧ થી ૨૭ વર્ષ અને અન્ય પદો માટે ૧૮ થી ૨૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગોને સરકારી નિયમો મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે.

- Advertisement -

ભરતી પ્રક્રિયા માટે ફિઝિકલ અને અન્ય ધોરણો

ભરતીમાં ફિઝિકલ માપદંડ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ભરતી પ્રક્રિયા માટે પુરુષ ઉમેદવારોની લઘુત્તમ ઊંચાઈ ૧૭૦ સેમી અને મહિલાઓની ૧૫૭ સેમી નક્કી કરવામાં આવી છે. વળી પુરુષો માટે છાતીનું માપ ૮૦ સેમી હોવું જરૂરી છે. દોડની વાત કરીએ તો પુરુષોએ ૫ કિમીની દોડ ૨૪ મિનિટમાં અને મહિલાઓએ ૧.૬ કિમીની દોડ ૮.૫ મિનિટમાં પૂરી કરવાની રહેશે.

શું છે પસંદગી પ્રક્રિયા?

ઉમેદવારોની પસંદગી અનેક તબક્કાના આધારે કરવામાં આવશે. સૌથી પહેલા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) થશે. ત્યારબાદ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) યોજવામાં આવશે. ત્યારપછી ટ્રેડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. અંતિમ મેરિટ લિસ્ટ CBT માં મેળવેલા ગુણના આધારે તૈયાર થશે. વળી તમને જણાવી દઈએ કે લેખિત પરીક્ષામાં કુલ ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવશે જે ૧૦૦ ગુણના હશે. પરીક્ષાનો સમય બે કલાકનો હશે, જેમાં રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, ગણિત, હિન્દી અને અંગ્રેજી વિષયો સામેલ હશે. દરેક ખોટા જવાબ પર ૦.૨૫ ગુણનું નેગેટિવ માર્કિંગ પણ લાગુ થશે.

- Advertisement -

કેવી રીતે કરશો અરજી?

અરજી પ્રક્રિયા શરૂ થયા પછી ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે, પછી અરજી ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. ફી જમા કર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ સુરક્ષિત રાખવાની રહેશે. વળી સામાન્ય, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના પુરુષ ઉમેદવારોએ ૧૦૦ રૂપિયા અરજી શુલ્ક આપવાનું રહેશે. આ ઉપરાંત એસટી, એસસી, મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને ફીમાં મુક્તિ આપવામાં આવી છે.

Share This Article