H-1B Visa Extension and Amendment: અમેરિકામાં લાખોની સંખ્યામાં ભારતીય વર્કર્સ H-1B વિઝા દ્વારા જોબ કરી રહ્યા છે. અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમમાં આ વિઝા સિસ્ટમનું મહત્વ ઘણું વધારે છે, કારણ કે તે સ્કિલ્ડ (કુશળ) વર્કર્સને દેશમાં લાવવાની પરવાનગી આપે છે. ઘણા ભારતીયો એવું માનીને ચાલે છે કે એકવાર વિઝા મળી ગયો તો તેઓ બેફિકર થઈને જોબ ચાલુ રાખી શકે છે. જોકે, H-1B વિઝા પ્રોગ્રામને યોગ્ય રીતે સમજવો જરૂરી છે. આમાં સૌથી વધુ જરૂરી વિઝા એક્સટેન્શન અને વિઝા અમેન્ડમેન્ટને જાણવું છે.
સામાન્ય રીતે વિઝા એક્સટેન્શન અને વિઝા અમેન્ડમેન્ટની વાત ત્યારે થાય છે, જ્યારે કોઈ પ્રકારનો ફેરફાર થવાનો હોય. જેમ કે કોઈ વર્કરને કોઈ નવી પોઝિશન મળી છે, તેને કોઈ બીજા શહેરમાં જોબ માટે મોકલવામાં આવી રહ્યો છે અથવા તેના કામમાં ફેરફાર થઈ રહ્યો છે. ભલે આ બધી વસ્તુઓ ઓફિસના કામનો હિસ્સો છે, પરંતુ વિદેશી વર્કર્સ માટે આ ફેરફાર ઘણા મોટા હોય છે. એવામાં આવો આજે આપણે H-1B વિઝા એક્સટેન્શન અને વિઝા અમેન્ડમેન્ટ વિશે સમજીએ અને કેમ આ બાબતે જાણવું ખૂબ જરૂરી છે.
H-1B વિઝા શું છે?
અમેરિકી કંપનીઓને સ્પેશિયલાઈઝ્ડ (ખાસ) કામ કરવા માટે વિદેશી વર્કર્સને હાયર કરવાની પરવાનગી H-1B વિઝા દ્વારા મળે છે. દરેક વર્કરને દેશમાં લાવવા માટે જ્યારે પરવાનગી આપવામાં આવે છે, ત્યારે તેની કેટલીક શરતો હોય છે. જેમ કે કંપની શું કામ કરે છે, વિદેશી વર્કર શું કામ કરશે, વર્કરની સેલેરી શું હશે અને તેણે કયા શહેરમાં જોબ કરવાની છે. ડિપાર્ટમેન્ટ ઓફ લેબર અને USCIS પાસે જ્યારે વિદેશી વર્કરને લાવવા માટે H-1B વિઝા અરજી દાખલ કરવામાં આવે છે, ત્યારે આ બધી વિગતો આપવાની હોય છે.
આવું મુખ્યત્વે લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) અને ફોર્મ I-129 દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ બધી વસ્તુઓમાં ફેરફાર થાય છે, ત્યારે કંપનીએ તેની જાણકારી પણ આપવી પડે છે. આ જ સમયે વિઝા એક્સટેન્શન અને વિઝા અમેન્ડમેન્ટને સમજવાની જરૂરિયાત ઊભી થાય છે.
H-1B એક્સટેન્શન શું છે?
H-1B વિઝા ૩ વર્ષ માટે મળે છે, જેને આગળ ૩ વર્ષ માટે એક્સટેન્ડ એટલે કે વધારી શકાય છે. H-1B એક્સટેન્શનનો ઉપયોગ ત્યારે થાય છે, જ્યારે વિદેશી વર્કરને જે શરત પર કામ માટે લાવવામાં આવ્યો હતો, તેમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ વિઝાની વેલિડિટી (માન્યતા) ખતમ થઈ રહી છે. આવી સ્થિતિમાં કંપની વર્કરને દેશમાં રાખવા માટે વિઝા એક્સટેન્શનની અરજી દાખલ કરે છે. એક્સટેન્શન સામાન્ય રીતે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં અપ્લાય કરવામાં આવે છે.
જેમ કે કંપનીમાં કોઈ ફેરફાર થયો નથી. જોબ રોલ અને કામમાં કોઈ ફેરફાર થયો નથી. LCA માં જે જોબ લોકેશન બતાવવામાં આવ્યું છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. વિદેશી વર્કરને એ જ સેલેરી આપવામાં આવી રહી છે, જે H-1B વિઝા માટે જરૂરી છે. સરળ ભાષામાં કહીએ તો વિઝા એક્સટેન્શનનો અર્થ છે કે સમાન શરતો પર વિદેશી વર્કરને આગળ પણ જોબની પરવાનગી છે. USCIS વિઝા એક્સટેન્શન અરજી આવવા પર એ ચેક કરે છે કે શું જે આધાર પર એક્સટેન્શનની મંજૂરી માંગવામાં આવી રહી છે, તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે કે નહીં.
H-1B અમેન્ડમેન્ટ શું છે?
H-1B વિઝા અમેન્ડમેન્ટની જરૂર ત્યારે પડે છે, જ્યારે વિદેશી વર્કરની રોજગારની શરતોમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો હોય. UCSIC મુજબ, આ ફેરફાર કંઈ પણ હોઈ શકે છે, જેના કારણે પહેલી અરજીમાં આપવામાં આવેલી જાણકારીમાં કોઈ પરિવર્તન જોવા મળે. જેમ કે જોબ દરમિયાન કરવામાં આવતા કામમાં ફેરફાર થવો. LCA માં જે જોબ લોકેશન બતાવવામાં આવ્યું હતું, તેમાં ફેરફાર થઈ ગયો છે. વિદેશી વર્કરના કામના કલાકો બદલાવા અથવા તેને આપવામાં આવતી સેલેરીમાં ફેરફાર થવો. કંપનીમાં ફેરફાર થવો, જેનાથી તેની કાયદાકીય માન્યતા જ બદલાઈ જવી. અમેન્ડમેન્ટનો અર્થ છે કે વિઝાની શરતોમાં જે કંઈ પણ ફેરફાર થશે, તેની તરત જ USCIS ને જાણકારી આપવી.
બંને વચ્ચેનો તફાવત કેમ સમજવો જોઈએ?
USCIS વિઝા એક્સટેન્શન અને અમેન્ડમેન્ટ બંનેને અલગ-અલગ રીતે જુએ છે, કારણ કે બંને અલગ-અલગ સવાલોના જવાબ આપે છે. વિઝા એક્સટેન્શનમાં USCIS ને વિનંતી કરવામાં આવે છે કે તે વર્કરને આગળ કામ કરવાની પરવાનગી આપે. વિઝા અમેન્ડમેન્ટમાં USCIS ને પૂછવામાં આવે છે કે શું જોબમાં થયેલા ફેરફાર પછી વિદેશી વર્કર H-1B પર કામ ચાલુ રાખી શકે છે. બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે, જેથી નિયમોના દાયરામાં રહી શકાય. નિયમ તોડતા જ જોબ કરવાનો અધિકાર છીનવાઈ શકે છે અને અમેરિકા છોડીને જવાનું જોખમ ઊભું થઈ શકે છે.
વર્કર્સને કન્ફ્યુઝન કેમ પેદા થાય છે?
ઘણા H-1B વિઝા વર્કર્સને જોબમાં થઈ રહેલા ફેરફાર સામાન્ય વાત લાગે છે. જેમ કે તેમને પ્રમોશન, ઇન્ટરનલ ટ્રાન્સફર અથવા અસ્થાયી રૂપે કોઈ બીજા શહેરમાં જોબ માટે મોકલવા. આ બધી વસ્તુઓ વર્કર્સ કામના ભાગ તરીકે જુએ છે. ભલે જોબના દૃષ્ટિકોણથી આ વસ્તુઓ સામાન્ય લાગે, પરંતુ ઇમિગ્રેશનના દૃષ્ટિકોણથી આ વસ્તુઓ ઘણી મોટી બાબતો છે. ઉદાહરણ તરીકે પ્રમોશન પછી મેનેજર બનવું જોબ રોલને બદલી નાખે છે. એક નવા રાજ્યમાંથી રિમોટ વર્ક કરવું LCA માં આપવામાં આવેલી જાણકારીથી ઉલટું છે. આવા કિસ્સાઓમાં, કંપની ક્યારેક માની લે છે કે એક્સટેન્શનથી કામ ચાલી જશે, અથવા તો એ કે અમેન્ડમેન્ટ માટે અરજી કરવાની બિલકુલ જરૂર નથી. USCIS ની માર્ગદર્શિકા આ ધારણાને સમર્થન આપતી નથી.

