IndBank Recruitment 2026: સરકારી બેંકમાં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ઈન્ડિયન બેંકની પેટા કંપની ઈન્ડબેંક મર્ચન્ટ બેંકિંગ સર્વિસીસ લિમિટેડ (IBMBS LTD) દ્વારા રિલેશનશિપ મેનેજર, ડિજિટલ માર્કેટિંગ, સેક્રેટરિએટ ઓફિસર અને ડીલરના પદો પર અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.indbankonline.com ની મદદથી અરજી કરી શકે છે. ફોર્મ ઓફલાઇન બેંકને મોકલવાનું રહેશે.
પદની વિગતો
| પદનું નામ | વેકેન્સી | પગાર (વાર્ષિક) |
| રિલેશનશિપ મેનેજર | ૧૦ | ૪-૫ લાખ |
| ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ | ૦૧ | ૫-૮ લાખ |
| સેક્રેટરિએટ ઓફિસર-ટ્રેની (બેક ઓફિસ) | ૦૧ | ૩.૫૦ લાખ |
| ડીલર-સ્ટોક બ્રોકિંગ ટર્મિનલ્સ માટે | ૦૮ | ૪.૨૦ લાખ |
બેંકની આ નવી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અંતિમ તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં લાયક ઉમેદવારોએ બેંકને એપ્લિકેશન ફોર્મ મોકલવાનું રહેશે. ત્યારપછી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેથી છેલ્લી તારીખની રાહ જોશો નહીં.
લાયકાત શું જોઈએ?
શૈક્ષણિક લાયકાત: રિલેશનશિપ મેનેજરની પોસ્ટ પર અરજી કરવા માટે માન્ય યુનિવર્સિટીમાંથી એમબીએ (MBA) માર્કેટિંગ/ફાઇનાન્સની ડિગ્રી સાથે ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેમનું પોસ્ટિંગ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનૌ, દિલ્હી, મુંબઈ વગેરેમાં થશે. ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ માટે કમ્પ્યુટર સાયન્સ/વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવશે. ડિગ્રી સાથે સંબંધિત ક્ષેત્રમાં ૪-૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પદ ચેન્નાઈ માટે છે. સેક્રેટરિએટ ઓફિસર માટે ગ્રેજ્યુએશન સાથે એક વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. ડીલર માટે પણ ગ્રેજ્યુએશન NISM ક્વોલિફિકેશન સાથે અને ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી છે.
વય મર્યાદા: પદ અનુસાર ઉમેદવારની ઉંમર લઘુત્તમ ૨૧ વર્ષથી મહત્તમ ૪૦ વર્ષ સુધી હોવી જોઈએ. વયની ગણતરી ૧ જાન્યુઆરી ૨૦૨૬ના આધારે કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
અરજી કેવી રીતે કરવી?
અરજી માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તેમાં તમામ માહિતી હાથથી ભરવાની રહેશે. તેને કુરિયર અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા બેંકને મોકલવાનું રહેશે.
સરનામું છે: હેડ એડમિનિસ્ટ્રેશન, NO-480, 1st ફ્લોર Khivraj Complex I, Anna salai, Nandanam, ચેન્નાઈ-35 પર મોકલવાનું રહેશે.
સ્કેન કરેલી નકલ [email protected] પર પણ મોકલવાની રહેશે. ભરતી સંબંધિત અન્ય કોઈ પણ માહિતી માટે ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

