Indian Airforce AFCAT 2025 Notification: ભારતીય વાયુસેનામાં ઓફિસર બનવાનો મોકો: AFCAT ૨૦૨૫ માટે ફોર્મ ભરવાનું ૧૦ નવેમ્બરથી શરૂ; લાયકાત અને પસંદગી પ્રક્રિયા જાણો

Arati Parmar
3 Min Read
Indian Airforce AFCAT 2025 Notification: ભારતીય વાયુસેનાએ AFCAT 2025નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ એ પરીક્ષા છે જેનાથી ફ્લાઇંગ ઓફિસર, ટેક્નિકલ અને ગ્રાઉન્ડ ડ્યૂટી બ્રાન્ચમાં કમિશન મળે છે. ફોર્મ ભરવાની શરૂઆત 10 નવેમ્બર 2025થી થશે. ઉમેદવાર afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે. જો તમારું સપનું પણ આકાશને આંબવાનું છે તો આ તક છોડતા નહીં.
ભારતીય વાયુસેનાના AFCAT 2025 માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ઉંમર 20 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ફ્લાઈંગ બ્રાંચ માટે વધુ ઉંમર જરૂરી નથી. ઉમેદવાર નોન-ટેકનિકલ બ્રાંચમાં કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. ટેકનિકલ બ્રાંચ માટે 60% માર્ક્સ સાથે B.Tech અથવા BEની ડિગ્રી જરૂરી છે. અરજી ફી તમામ કેટેગરી માટે 550 રૂપિયા છે.
પસંદગી પ્રક્રિયા
સિલેક્શન ચાર સ્ટેપ્સમાં થાય છે. પહેલા ઓનલાઇન લેખિત પરીક્ષા આપવી પડે છે. ત્યારબાદ SSB ઇન્ટરવ્યુ માટે બોલાવાય છે જે 5 દિવસનું હોય છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. અંતે મેડિકલ એક્ઝામ પાસ કરવી પડે છે. મેડિકલ માત્ર બે જગ્યાએ થાય છે – ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન મેડિસિન, બેંગલુરુ અને એરફોર્સ સેન્ટ્રલ મેડિકલ ઇસ્ટેબ્લિશમેન્ટ, નવી દિલ્હી.
લેખિત પરીક્ષા 300 માર્ક્સની હોય છે. કુલ 100 પ્રશ્નો હોય છે જે 2 કલાકમાં સોલ્વ કરવા પડે છે. વિષયોમાં જનરલ અવેરનેસ, ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી, રીઝનિંગ અને મિલિટરી એપ્ટિટ્યુડ ટેસ્ટ શામેલ છે. દરેક પ્રશ્ન 3 માર્ક્સનો છે. ખોટો જવાબ આપવાથી 1 માર્ક્સ કપાય છે.
પગાર ધોરણ
શરૂઆત ફ્લાઈંગ ઓફિસર રેન્કથી થાય છે જ્યાં બેઝિક પે 56,100 થી 1,77,500 રૂપિયા મહિના છે. પ્રમોશન પછી સ્ક્વાડ્રન લીડર બનતા સેલરી 69,400 થી 2,07,200 રૂપિયા સુધી મળે છે. વિંગ કમાન્ડર બનતા 1,21,200 થી 2,12,400 રૂપિયા સુધીની સેલરી મળે છે. ગ્રુપ કેપ્ટનને 1,30,600 થી 2,15,900 રૂપિયા સેલરી મળે છે. એર માર્શલની પોસ્ટ સુધી પહોંચતા સેલરી 2,25,000 રૂપિયા સુધી મળે છે. જ્યારે CAS એટલે કે ચીફ ઓફ એર સ્ટાફને 2,50,000 રૂપિયા મહિના સેલરી મળે છે. DA, HRA, ફ્લાઈંગ એલાઉન્સ, કિટ મેન્ટેનન્સ વગેરેની સુવિધા મળે છે. ઘર, ગાડી, મેડિકલ, પેન્શન વગેરે પણ મળે છે.
ફોર્મ કેવી રીતે ભરવું?
  • સૌપ્રથમ વેબસાઇટ afcat.cdac.in પર જાઓ.
  • હોમપેજ પર AFCAT 2025નો લિંક દેખાશે, તે પર ક્લિક કરો.
  • ફોર્મમાં નામ, જન્મતારીખ, ક્વોલિફિકેશન સહિતની વિગતો ભરો.
  • ફોટો, સાઇન અને માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરો.
  • 550 રૂપિયા ઓનલાઇન ચૂકવણી કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટઆઉટ જરૂર કાઢો.
Share This Article