ફ્રેશર્સ માટે IOCLમાં 58 ટ્રેડ અપ્રેન્ટિસની ભરતી, 12થી 24 મહિના સુધી કામ કરવાની તક
IOCL Apprentice Recruitment: ફ્રેશર છો અને કરિયર શરૂ કરવા માટે સારી તક શોધી રહ્યા છો. તો તમારા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સારી તક લઈને આવ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ પોતાની રિફાઇનરી માટે ટ્રેડ અપ્રેન્ટિસની વેકેન્સી બહાર પાડી છે. જોબની ટ્રેનિંગ અને પ્રતિષ્ઠિત કંપનીમાં કામનો અનુભવ મેળવવાની આ સારી તક છે. 12થી 24 મહિના સુધી અભ્યર્થીઓ IOCL સાથે કામ કરશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ત્રણ ટ્રેડ/ડિસિપ્લિન માટે આ ભરતી બહાર પાડી છે. તેમાં એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, ટ્રેડ અપ્રેન્ટિસ-મિકેનિકલ અને ટેક્નિકલ અપ્રેન્ટિસ ઇન્સ્ટ્રુમેન્ટેશન સામેલ છે. આ માટે કુલ 58 સીટો પર યોગ્ય અભ્યર્થીઓની પસંદગી કરવામાં આવશે. સિલેક્શન ક્રાઇટેરિયામાં કોઈ રિટન એક્ઝામ નથી. માત્ર અરજી કર્યા બાદ કૅન્ડિડેટ્સને તેમના માર્ક્સના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેની તારીખ નવેમ્બરમાં રાખવામાં આવી છે.
ઇન્ડિયન ઓઇલ અપ્રેન્ટિસ વેકેન્સી અને લાયકાત
| કોડ | ટ્રેડ/ડિસિપ્લિન | લાયકાત | અવધિ | વેકેન્સી |
|---|---|---|---|---|
| 101 | ટ્રેડ અપ્રેન્ટિસ એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) ડિસિપ્લિન કેમિકલ | 3 વર્ષની BSc, મેથ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની ડિગ્રી હોવી જોઈએ. | 12 મહિના | 36 |
| 103 | ટ્રેડ અપ્રેન્ટિસ (બોઇલર) ડિસિપ્લિન મિકેનિકલ | 3 વર્ષની BSc, મેથ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની ડિગ્રી મેળવી હોય. | 24 મહિના | 14 |
| 107 | ટેક્નિશિયન અપ્રેન્ટિસ ડિસિપ્લિન ઇન્સ્ટ્રુમેન્ટેશન | 3 વર્ષનો ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલર એન્જિનિયરિંગ/ અપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ. | 12 મહિના | 8 |
| કુલ | 58 |
ઇન્ડિયન ઓઇલ અપ્રેન્ટિસ માટે ગ્રેજ્યુએટ/ડિપ્લોમા રેગ્યુલર ફુલ ટાઇમ હોવો જોઈએ. સંબંધિત બ્રાન્ચમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ પણ મેળવેલા હોવા જોઈએ. SC/ST/PWBD કૅન્ડિડેટ્સને પાસિંગ ટકાવારીમાં 5%ની છૂટ આપવામાં આવી છે. માર્ક્સ ઉપરાંત અરજદારની ઉંમર પણ નક્કી કરાયેલા માપદંડ મુજબ હોવી જોઈએ. કૅન્ડિડેટની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ. તેનો નિર્ણય 30 સપ્ટેમ્બર 2026ના આધારે કરવામાં આવશે. એજ લિમિટમાં SC/ST/(OBC નોન-ક્રીમીલેયર)/PWBD કૅન્ડિડેટ્સને સરકારી નિયમો અનુસાર છૂટ મળશે.
પરીક્ષા વિના થશે પસંદગી
ઇન્ડિયન ઓઇલ અપ્રેન્ટિસ પોસ્ટ પર કૅન્ડિડેટ્સની પસંદગી માટે કોઈ રિટન એક્ઝામ લેવામાં આવશે નહીં. આ માટે NAPS/NATS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- નંબરોથી બનશે મેરિટ: મેરિટ લિસ્ટ લાયકાતમાં માંગવામાં આવેલી ડિગ્રીમાં મેળવેલા પરસેન્ટેજના આધારે બનાવવામાં આવશે. જો એક અથવા એકથી વધુ અભ્યર્થીઓના માર્ક્સ એકસરખા હોય, તો એવી સ્થિતિમાં ઉંમરમાં મોટા અભ્યર્થીને પ્રાથમિકતા આપવામાં આવશે.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન: મેરિટ લિસ્ટમાં જે કૅન્ડિડેટ્સની પસંદગી કરવામાં આવશે, તેમને આગામી સ્ટેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર થવું પડશે. તેમાં 10માની માર્કશીટ, ગ્રેજ્યુએટ/ડિપ્લોમા સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, મૂળ નિવાસ પ્રમાણપત્ર, NATS/NAPS પોર્ટલ રજિસ્ટ્રેશન અને એપ્લિકન્ટની વિગતો, અન્ય સર્ટિફિકેટ પણ જે ફોર્મમાં જોડવામાં આવશે, તેનું વેરિફિકેશન કરવામાં આવશે.
- મેડિકલ ફિટનેસ: બંને સ્ટેજ ક્વોલિફાઇ કર્યા બાદ કૅન્ડિડેટ્સની મેડિકલ ફિટનેસ તપાસવામાં આવશે.
અપ્રેન્ટિસ માટે જે અભ્યર્થીઓની પસંદગી થશે, તેમને બોંગાઈગાંવ રિફાઇનરીમાં કામ કરવું પડશે. દર મહિને સરકારી નિયમો અનુસાર સ્ટાઇપેન્ડ પણ મળશે. આ ઉપરાંત અભ્યર્થીઓને HRA અથવા કંપની એકોમોડેશન મળશે નહીં.
નવેમ્બરમાં થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન
અપ્રેન્ટિસની આ ભરતી માટે 28 સપ્ટેમ્બરથી એપ્લિકેશન વિન્ડો ઓપન થઈ ગઈ છે. અરજીની પ્રક્રિયા અંતિમ તારીખ 18 ઓક્ટોબર 2026 સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ કરવામાં આવેલા કૅન્ડિડેટ્સની લિસ્ટ 26 ઓક્ટોબર 2026ના રોજ પ્રકાશિત થશે. લિસ્ટમાં જે પણ અભ્યર્થીઓ સામેલ હશે, તેમને ત્યારબાદ 04થી 06 નવેમ્બર 2026 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરાવવી પડશે. એક વાતનું વધુ ધ્યાન રાખો કે NATS/NAPS પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ અરજી માટે પોસ્ટ કોડ સિલેક્ટ કરો અને ત્યારબાદ આગળની પ્રક્રિયા પૂર્ણ કરો. ભરતી સાથે જોડાયેલી અન્ય કોઈપણ માહિતી માટે અભ્યર્થીઓ ઇન્ડિયન ઓઇલની અધિકૃત વેબસાઇટ વિઝિટ કરી શકે છે.

