NTPC Recruitment 2026: NTPCમાં ડેપ્યુટી મેનેજર બનવાની તક, ₹2 લાખ સુધીનો માસિક પગાર અને અરજી માટે ફી નહીં

Arati Parmar
3 Min Read

NTPC Recruitment 2026: ભારત સરકારની વીજ કંપની એનટીપીસી લિમિટેડ (NTPC) OBC ઉમેદવારોને ડેપ્યુટી મેનેજર બનવાની સુવર્ણ તક આપી રહી છે. મિકેનિકલ ઇરેક્શન, C&I ઇરેક્શન અને સિવિલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રોમાં ડેપ્યુટી મેનેજરનાં પદો સ્પેશિયલ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા ભરવામાં આવી રહ્યાં છે. લાયક ઉમેદવારો કંપનીની સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in પર અરજી કરી શકે છે. જોકે, આ પ્રક્રિયા હવે તમારે ઝડપથી પૂર્ણ કરવી પડશે, કારણ કે ભરતીની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે. અરજીની વિન્ડો બંધ થયા પછી ફરીથી ફોર્મ ભરવાની કોઈ તક મળશે નહીં.

ડેપ્યુટી મેનેજરની આ ભરતી બૅકલૉગ વેકેન્સી છે, જેમાં માત્ર અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણીના ઉમેદવારો જ અરજી કરી શકે છે. તેમાં પણ ઉમેદવારે OBC નોન-ક્રીમી લેયર/OBC નોન-ક્રીમી લેયર/OBC PWD જેવી શ્રેણી સ્પષ્ટ કરવાની રહેશે. એકવાર શ્રેણી પસંદ કર્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. તેથી ઉમેદવારોએ પોતાની પાસે ઉપલબ્ધ પ્રમાણપત્રોને ધ્યાનમાં રાખીને જ ફોર્મ ભરવું.

- Advertisement -

NTPC ડેપ્યુટી મેનેજર ભરતી માટેની લાયકાત

  • ડેપ્યુટી મેનેજર (મિકેનિકલ ઇરેક્શન): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી 60 ટકા ગુણ સાથે મિકેનિકલ/પ્રોડક્શનમાં B.E./B.Techની ડિગ્રી મેળવી હોવી જોઈએ. પાવર/સ્ટીલ/રિફાઇનરી/ફર્ટિલાઇઝર/ઑઇલ એન્ડ ગૅસ/સિમેન્ટ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેમાં મિકેનિકલ ક્ષેત્રમાં ઇરેક્શન/મેન્ટેનન્સ/કમિશનિંગનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • ડેપ્યુટી મેનેજર (C&I ઇરેક્શન): 60 ટકા ગુણ સાથે ઇલેક્ટ્રોનિક્સ/કન્ટ્રોલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.E./B.Techની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. પાવર/સ્ટીલ/રિફાઇનરી/ફર્ટિલાઇઝર/ઑઇલ એન્ડ ગૅસ/સિમેન્ટ ક્ષેત્રમાં 10 વર્ષનો કાર્યઅનુભવ હોવો જોઈએ. તેમાં ઇરેક્શન/મેન્ટેનન્સ/કમિશનિંગનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • ડેપ્યુટી મેનેજર (સિવિલ કન્સ્ટ્રક્શન): સિવિલ/કન્સ્ટ્રક્શનમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે B.E./B.Techની ડિગ્રી મેળવી હોવી જોઈએ. પાવર/સ્ટીલ/રિફાઇનરી/ફર્ટિલાઇઝર/ઑઇલ એન્ડ ગૅસ/સિમેન્ટ ક્ષેત્રમાં લાયકાત મેળવ્યા પછી 10 વર્ષ કામ કરેલું હોવું જોઈએ. તેમાં સિવિલ કન્સ્ટ્રક્શનનો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

NTPC ભરતીની જરૂરી વિગતો

વિગતોમાહિતી
કંપનીએનટીપીસી લિમિટેડ (NTPC)
પદડેપ્યુટી મેનેજર
ખાલી જગ્યાઓ09
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઑક્ટોબર, સાંજે 6 વાગ્યા સુધી
સત્તાવાર વેબસાઇટcareers.ntpc.co.in
પગારE-4 ગ્રેડ/IDA ₹70,000થી ₹2,00,000 પ્રતિ મહિના સુધી
વયમર્યાદા43 વર્ષ
પસંદગી પ્રક્રિયાલાયકાત, પાત્રતા, સ્ક્રીનિંગ, લેખિત પરીક્ષા/કમ્પ્યુટર આધારિત પરીક્ષા, વ્યક્તિગત ઇન્ટરવ્યૂ વગેરેના આધારે પસંદગી થઈ શકે છે.
ભરતીની સત્તાવાર સૂચના
ઑનલાઇન અરજીની લિંકhttps://careers.ntpc.co.in/recruitment/index.php

અરજી કેવી રીતે કરવી?

NTPCની આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા ઑનલાઇન અરજીની પ્રક્રિયા જાતે પૂર્ણ કરી શકે છે. તેના માટે અહીં જણાવેલાં પગલાં અનુસરો.

  • સૌથી પહેલાં NTPCની સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in પર જાઓ.
  • સીધા કરિયર વિભાગમાં જાઓ. ત્યારબાદ માન્ય ઇમેઇલ દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયા પછી લૉગિન કરો. હવે ફોર્મ ભરવાનાં તમામ પગલાં એક પછી એક પૂર્ણ કરો.
  • તમારા તમામ દસ્તાવેજોમાં આપેલી વિગતો અનુસાર કાળજીપૂર્વક માહિતી ભરો.
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • તેમાં ધોરણ 10ની માર્કશીટ, B.E./B.Techની ડિગ્રી, માર્કશીટ, OBC પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજો યોગ્ય સાઇઝમાં અપલોડ કરો.
  • અરજી માટે કોઈ પણ પ્રકારની ફી નથી. તેથી ઉમેદવારો આ ફોર્મ સંપૂર્ણપણે મફતમાં ભરી શકે છે.

અન્ય કોઈ પણ માહિતી માટે ઉમેદવારો NTPC લિમિટેડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
Share This Article