NASA Astronaut Qualification: ૨૦૨૬ સ્પેસ કરિયર ગાઇડ: નાસામાં એસ્ટ્રોનોટ બનવા માટે કઈ ડિગ્રી છે જરૂરી? સુનીતા વિલિયમ્સના શૈક્ષણિક પ્રવાસમાંથી મેળવો સફળતાનો અસલી મંત્ર

Arati Parmar
2 Min Read

NASA Astronaut Qualification: ભારતવંશી એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ અમેરિકી સ્પેસ એજન્સી NASA માં ૨૭ વર્ષ વિતાવ્યા બાદ નિવૃત્ત થયા છે. ૬૦ વર્ષીય સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં ૩ સ્પેસ મિશન પૂર્ણ કર્યા છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લાંબો સમય વિતાવ્યો છે. તેમણે સ્પેસમાં અનેક કીર્તિમાન પણ સ્થાપ્યા છે. સુનીતા વિલિયમ્સે સ્પેસમાં કુલ ૬૦૮ દિવસ વિતાવ્યા છે, જે કોઈ નાસા એસ્ટ્રોનોટ દ્વારા અંતરિક્ષમાં વિતાવવામાં આવેલો બીજો સૌથી વધુ સમય છે. નાસાના જણાવ્યા અનુસાર, તેમણે ૯ વખત સ્પેસવોક પણ કર્યું છે.

વિલિયમ્સે સ્પેસવોકમાં ૬૨ કલાક અને ૬ મિનિટ વિતાવ્યા છે, જે કોઈ મહિલા એસ્ટ્રોનોટ દ્વારા વિતાવવામાં આવેલો સૌથી લાંબો સમય છે. સુનીતા વિલિયમ્સે લગભગ ૩ દાયકાથી લાખો વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોટ બનવા માટે પ્રેરિત કર્યા છે. એવામાં સવાલ ઉઠે છે કે જો કોઈએ નાસામાં એસ્ટ્રોનોટ બનવું હોય તો તેની પાસે કઈ ડિગ્રી હોવી જોઈએ? સુનીતા વિલિયમ્સે કયા કોર્સનો અભ્યાસ કરીને અંતરિક્ષ સુધીની સફર કરી હતી? આનો જવાબ ખુદ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ આપ્યો છે.

- Advertisement -

સુનીતા વિલિયમ્સે કઈ ડિગ્રી લીધી હતી?

નાસાના જણાવ્યા મુજબ, ભારતવંશી સુનીતા વિલિયમ્સે યુએસ નેવલ એકેડેમીમાંથી ૧૯૮૭માં બેચલર ઓફ સાયન્સ ઇન ફિઝિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. આ પછી તેઓ અમેરિકી નૌકાદળમાં જોડાયા, જ્યાં તેમણે નેવલ એવિએટર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે હેલિકોપ્ટર ઉડાવવાની તાલીમ લીધી અને અનેક સૈન્ય અભિયાનોમાં પોતાની ભૂમિકા ભજવી. તેમણે ૧૯૯૫માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માસ્ટર ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. પછી તે જ વર્ષે તેઓ નેવલ ટેસ્ટ પાયલટ સ્કૂલમાં તાલીમ લેવા ગયા. જૂન ૧૯૯૮માં તેમની નાસાના એસ્ટ્રોનોટ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી.

એસ્ટ્રોનોટ બનવા માટે કઈ ડિગ્રી જોઈએ?

નાસાના જણાવ્યા અનુસાર, જો કોઈએ એસ્ટ્રોનોટ બનવું હોય તો તેની પાસે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) ફિલ્ડમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. આમાં કેમિકલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ જેવી ફિલ્ડમાં એન્જિનિયરિંગ ડિગ્રી સામેલ છે. આ ઉપરાંત બાયોલોજિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ કે મેથ્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પણ નોકરી મેળવી શકે છે. તેમની પાસે પાયલટ તરીકે ૧૦૦૦ કલાકનો અનુભવ હોવો જોઈએ, જેમાંથી ૮૫૦ કલાકનો અનુભવ ફાઈટર પ્લેન ઉડાવવાનો હોવો જોઈએ.

- Advertisement -
Share This Article