RBI Grade B Recruitment: ભારતીય રિઝર્વ બેંકમાં ઓફિસરની સરકારી નોકરી મેળવવા માંગતા હોવ, તો તમારા માટે ઉત્તમ તક આવી ગઈ છે. આરબીઆઈએ તાજેતરમાં ગ્રેડ બી ઓફિસર પદો માટે નવું વિજ્ઞાપન જાહેર કર્યું છે. ઓનલાઇન અરજી 29 એપ્રિલથી શરૂ થવાની છે. જે ઉમેદવારો અધિકારી બનવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ રજીસ્ટ્રેશન વિન્ડો ખૂલતાની સાથે જ જરૂરી દસ્તાવેજો સાથે આમાં અરજી કરી શકશે.
આ ભરતી દ્વારા 60 પદો પર અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેમાં આર્થિક નીતિ સંશોધન વિભાગ અને આંકડાકીય માહિતી વ્યવસ્થાપન વિભાગની ખાલી જગ્યાઓ પણ સામેલ છે.
RBI Grade B Bharti 2026 Important Dates: જરૂરી તારીખો
ઓનલાઇન અરજીનું રજીસ્ટ્રેશન અને ફી ચુકવણી: 29 એપ્રિલથી 20 મે 2026 સાંજે 6 વાગ્યા સુધી.
ગ્રેડ બી (સીધી ભરતી) ફેઝ-I ઓનલાઇન પરીક્ષા (સામાન્ય): 13 જૂન 2026.
ગ્રેડ બી (DR)- DEPR (પેપર-I અને પેપર-II) / DISM (પેપર-I): 14 જૂન 2026.
ફેઝ-II ઓનલાઇન પરીક્ષા ગ્રેડ-બી (DR)- સામાન્ય: 25 જુલાઈ 2026.
ફેઝ-II ઓનલાઇન/લેખિત પરીક્ષા ગ્રેડ બી (DR)- DEPR અને DISM: 26 જુલાઈ 2026.
RBI ગ્રેડ બી ઓફિસર ખાલી જગ્યાઓ 2026
| પદ | વેકેન્સી |
| ગ્રેડ બી ઓફિસર (DR) સામાન્ય | 40 |
| ગ્રેડ બી ઓફિસર (DR) ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી રિસર્ચ (DEPR) | 10 |
| ગ્રેડ બી ઓફિસર (DR) ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ (DISM) | 10 |
| કુલ | 60 |
RBI ગ્રેડ બી ઓફિસર માટે લાયકાત શું જોઈએ?
આરબીઆઈ ગ્રેડ બી ઓફિસરના પદો પર વિભાગ મુજબ અલગ-અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે:
ગ્રેડ બી સામાન્ય: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન લઘુત્તમ 60 ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએશન 55 ટકા માર્ક્સ સાથે.
ગ્રેડ બી (DR)-DEPR: ઈકોનોમિક્સ/ફાઇનાન્સ ક્ષેત્રમાં માસ્ટર્સમાં લઘુત્તમ 55 ટકા માર્ક્સ.
ગ્રેડ બી (DR)-DISM: સ્ટેટિસ્ટિક્સ/મેથ્સ/ડેટા ક્ષેત્રમાં માસ્ટર્સ અથવા 4 વર્ષનું ગ્રેજ્યુએશન.
વધુ વિગતો માટે ઉમેદવારો આરબીઆઈનું વિગતવાર નોટિફિકેશન ચેક કરી શકે છે, જે ટૂંક સમયમાં આવવાનું છે.
આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ઉંમર અને પસંદગી પ્રક્રિયા
વયમર્યાદા: અરજદારોની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.
પસંદગી પ્રક્રિયા: પસંદગી પ્રિલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુ રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. ફાઈનલ લિસ્ટ મેઈન્સ અને ઈન્ટરવ્યુના આધારે તૈયાર થશે.
પરીક્ષાનો વિષય: પ્રિલિમ્સમાં GA, ક્વોન્ટ, ઇંગ્લિશ અને રીઝનીંગ હશે. મેઈન્સમાં ઈકોનોમિક્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ અને ફાઇનાન્સ-મેનેજમેન્ટ જેવા વિષયો હશે.
આરબીઆઈ ગ્રેડ બી ઓફિસરની જાહેરાત અત્યારે રોજગાર સમાચારમાં પ્રકાશિત થઈ છે. ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ opportunities.rbi.org.in પર વિગતવાર વિજ્ઞાપન આવશે. અરજી માટે આધાર કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને શૈક્ષણિક માર્કશીટ્સ તૈયાર રાખવી.

