SAI Assistant Chef Recruitment 2025: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)માં આસિસ્ટન્ટ શેફ માટે ભરતી: 50 હજાર પગારમાં રસોઈ કારકિર્દીનો અવસર, અરજીની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર

Arati Parmar
2 Min Read

SAI Assistant Chef Recruitment 2025: જો તમને ભોજન બનાવવાનો શોખ છે અને તમે તેને કારકિર્દીમાં ફેરવવા માંગો છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ આસિસ્ટન્ટ શેફની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ, sportsauthorityofindia.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 17 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 5:00 બંધ થશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

50 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, અથવા BA/BSc ઈન કલિનરી આર્ટ્સ જેવી ડિગ્રી હોવી જોઈએ. કલિનરી આર્ટ્સ અથવા ફૂડ પ્રોડક્શનમાં અનુસ્નાતક ડિપ્લોમા પણ સ્વીકારવામાં આવે છે. આ સિવાય ઉમેદવારો પાસેથી સંબંધિત ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે, અને અંતિમ મેરિટ લિસ્ટ આમાંથી તૈયાર કરવામાં આવશે. આ જગ્યા પર 4 વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેસિસ પર ભરતી કરવામાં આવશે, જેને લંબાવી શકાય છે.

પગાર કેટલો છે?

આ પોસ્ટ રાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તક આપે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 50,000 રૂપિયાનો પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ, sportsauthorityofindia.nic.in/saijobs પર જાઓ.
  • અરજી માટે માન્ય ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઇલ નંબર જરૂરી છે.
  • ફોર્મમાં ભ્ર્ત્વા માટે જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • સરકારી કર્મચારીઓએ તેમના NOCની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે.
  • અરજી ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

આ તક એવા લોકો માટે છે જેઓ રસોઈ પ્રત્યેના તેમના જુસ્સાને કારકિર્દીમાં ફેરવવા અને રાષ્ટ્રીય સ્તરે કામ કરવાનો અનુભવ મેળવવા માંગે છે.

Share This Article