Spain Language Assistant Program: જો તમે એવી તકની શોધમાં હોવ જ્યાં વિદેશ ફરવા, નવી ભાષા શીખવા અને સાથે પૈસા કમાવવાની પણ તક મળે, તો સ્પેન સરકારનો ‘Language and Culture Assistants’ પ્રોગ્રામ તમારા માટે જ છે. સ્પેનના શિક્ષણ અને રમતગમત મંત્રાલયે ભારતીય નાગરિકો માટે શૈક્ષણિક સત્ર 2026-27 માટે અરજીઓ મંગાવી છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય યુવાનોને સ્પેનિશ શાળાઓમાં ‘કલ્ચરલ એમ્બેસેડર’ અને ‘લેંગ્વેજ આસિસ્ટન્ટ’ તરીકે નિયુક્ત કરવાનો છે.
આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા ઉમેદવારોએ સ્પેનના વિવિધ શહેરોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી શીખવવામાં મદદ કરવાની રહેશે. આ માટે કોઈ પ્રોફેશનલ ટીચિંગ ડિગ્રીની જરૂર નથી, માત્ર ભાષા પર સારી પકડ અને ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી અનિવાર્ય છે.
ભારતીય શિક્ષકો માટે સ્પેનમાં વેકેન્સી
‘Auxiliares de Conversación’ (લેંગ્વેજ આસિસ્ટન્ટ) પ્રોગ્રામનો મુખ્ય ધ્યેય સ્પેનિશ વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષાની ક્ષમતા સુધારવાનો છે. ભારતીય આસિસ્ટન્ટ તરીકે તમારી ભૂમિકા સહાયકની રહેશે. તમે ત્યાંના મુખ્ય શિક્ષક સાથે મળીને ક્લાસ લેશો અને વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને પરંપરાઓ વિશે જણાવશો.
લેંગ્વેજ આસિસ્ટન્ટ માટેની લાયકાત અને શરતો
અરજી કરવા માટે નીચે મુજબની મૂળભૂત શરતો પૂરી કરવી જરૂરી છે:
નાગરિકતા: અરજદાર પાસે ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ.
શિક્ષણ: ઉમેદવાર પાસે ઓછામાં ઓછી સ્નાતક (Graduate) ની ડિગ્રી હોવી જોઈએ અથવા તે ફાઈનલ યરનો વિદ્યાર્થી હોવો જોઈએ.
ભાષા: અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ હોવી જરૂરી છે. સ્પેનિશ ભાષાનું જ્ઞાન ફરજિયાત નથી, પરંતુ પ્રાથમિક જ્ઞાન હોવું ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્ય: ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.
કેવી રીતે અરજી કરવી?
આ પ્રોગ્રામ માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે:
PROFEX પોર્ટલ પર ઓફિશિયલ વેબસાઇટ દ્વારા રજીસ્ટ્રેશન કરો.
તમારું સીવી (CV), પાસપોર્ટની કોપી, ડિગ્રી અને કોલેજનું રિકમેન્ડેશન લેટર અપલોડ કરો.
‘Statement of Purpose’ (SOP) લખો, જેમાં તમે શા માટે આ પ્રોગ્રામમાં જોડાવા માંગો છો તે જણાવો.
અરજી સબમિટ કર્યા પછી મેરિટ અને ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.
મળવાપાત્ર સુવિધાઓ
પસંદ થયેલા ઉમેદવારોને સ્પેન સરકાર દ્વારા નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવશે:
માસિક સ્ટાઈપેન્ડ: રહેવાના ખર્ચ માટે દર મહિને આશરે 700 થી 1000 યુરો (વિસ્તારના આધારે) આપવામાં આવશે.
આરોગ્ય વીમો: સ્પેનમાં રહેવા દરમિયાન સરકારી આરોગ્ય વીમાનો લાભ મળશે.
કામના કલાકો: તમારે અઠવાડિયામાં માત્ર 12 થી 16 કલાક જ કામ કરવાનું રહેશે, જેથી યુરોપ ફરવા માટે પૂરતો સમય મળશે.
વીઝા સહાય: પસંદ થયેલા ઉમેદવારોને સ્ટુડન્ટ વીઝા મેળવવામાં મદદ કરવામાં આવશે.
ખાસ નોંધ
આ પ્રોગ્રામ માટેની અરજીઓ સામાન્ય રીતે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી થી માર્ચ) ખુલે છે. બેઠકો મર્યાદિત હોવાથી ‘વહેલા તે પહેલાં’ (First Come, First Served) ના ધોરણે પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના તમામ દસ્તાવેજો પહેલેથી જ સત્યાપિત (Apostille) કરાવીને રાખે.

