SSC CGL Exam Tips: વિષયોનાં વેઇટેજ સમજો, સ્ટ્રેટેજી બનાવો અને સફળતા મેળવો; આ રીતે કરો CGL પરીક્ષાની તૈયારી

Arati Parmar
2 Min Read

SSC CGL Exam Tips: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની CGL (ટિયર-1) 2025ની પરીક્ષા ઑગસ્ટ મહિને યોજાનારી છે. આ વખતે પદોની સંખ્યા 14,500 કરતાં વધારે હોવાથી પરીક્ષામાં પસંદગીની તકો વધારે છે. આ પરીક્ષામાં કેટલાક વિભાગોને છોડીને અન્ય પદો માટે કોઈ ન્યૂનતમ ગુણ કે ટકાવારીની જરૂરીયાત નથી, જેના કારણે લાખો ઉમેદવારો અરજી કરે છે. જો તમે પણ આ પરીક્ષામાં સફળ થવા માંગો છો તો તમારે તમારી તૈયારી માટે સુવ્યવસ્થિત વ્યૂહરચના બનાવવી જરૂરી છે. એ માટે મુખ્ય વિષયો અને ટૉપિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

આવી રીતે કરો શરૂઆત

- Advertisement -

તૈયારી શરૂ કરતા પહેલા, અધિકૃત સિલેબસ સારી રીતે સમજી લો. દરેક વિષયમાં તમારી તાકાત અને કમજોરીઓની ઓળખ કરી આગળ વધો. એ તમને તમારો સમય અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરશે. ઉપરાંત, જૂનાં પ્રશ્નપત્રોનું વિશ્લેષણ કરી મહત્વનાં વિષયો તથા તેમનો વેઇટેજ સમજવો પણ જરૂરી છે.

મૂળભૂત જ્ઞાનને આપો મહત્વ

- Advertisement -

પરીક્ષાની તૈયારી માટે ઘણાં પુસ્તકો પર નિર્ભર રહેવાનું બદલે માત્ર એક કે બે પ્રમાણભૂત પુસ્તકોનો જ ઉપયોગ કરો. પોતે બનાવેલા નોંધો દ્વારા તૈયારી કરવી શ્રેષ્ઠ વિકલ્પ છે. એ ઉપરાંત મુખ્ય વિષયોમાં મજબૂત પાયો બનાવો. ઉદા. અંગ્રેજીમાં વ્યાકરણના નિયમો, શબ્દભંડોળ અને રીડિંગ કોમ્પ્રિહેન્શન પર ખાસ ધ્યાન આપો. ગણિતમાં અંકગણિત તથા એડવાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરો.

શૉર્ટકટ્સ તથા ટ્રિક્સનો સંતુલિત ઉપયોગ

- Advertisement -

ગણિત તથા રિઝનિંગમાં પ્રશ્નો ઉકેલવા માટે શૉર્ટ ટ્રિક્સ શીખો, પરંતુ સામાન્ય પર પણ પકડ બનાવો. માત્ર ટ્રિક્સ પર નિર્ભર ન રહો, પણ તેમનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. રોજે ઓછામાં ઓછો એક કલાક કરંટ અફેર્સ માટે ફાળવો.

સાવધાની પણ જરૂરી

એક નાની ભૂલ પણ તમને પરીક્ષામાં નિષ્ફળ બનાવી શકે છે, ભલે તમે કેટલીય સારી તૈયારી કરી હોય. તેથી તૈયારી શરૂ કરતા પહેલા અરજી પત્રક સાચી રીતે ભરવું એ સૌથી મહત્વનું પગલું છે. જો તમે હજુ સુધી ફોર્મ ભર્યું નથી, તો સાવધાનીપૂર્વક ભરો. જો તમે ભરી દીધું હોય તો તમામ વિગતો ફરી ચકાસી લો, જેથી સમયે કોઈ ભૂલમાં સુધારો કરવાની તક મળી રહે.

Share This Article