success story of Sara Blakely spanx shapewear: સફળતાની સ્વાદ ચાખતા પહેલા રસ્તામાં આવતી અનેક મુશ્કેલીઓ સ્વરૂપે અસફળતાનો સ્વાદ પણ ચાખવો પડે છે. જોકે, દરેક અસફળતા આપણને વધારે મજબૂત ઇરાદા સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. સારા બ્લેકલી નામની એક છોકરીની સક્સેસ સ્ટોરી તે લોકો માટે પ્રેરણાદાયી છે, જેઓ સફળતા મેળવવા ઇચ્છે છે. તેણીએ 27 વર્ષની ઉંમરે માત્ર 5000 ડોલર સાથે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને જ્યારે તે 41 વર્ષની થઇ, ત્યાં તે એક બિલિયન ડોલરની કંપની ઊભી કરી ચૂકી હતી. તેણીનું નામ અમીરોની લિસ્ટમાં સામેલ થઇ ગયું.
સારા બ્લેકલી સ્પેન્ક્સ (Spanx) નામક એક બ્રાન્ડની ફાઉન્ડર છે, સ્પેન્ક્સ અમેરિકન કંપની છે, જે શેપવેર બનાવવા માટે જાણીતી છે. આ કંપની શેપિંગ બ્રીફ અને લેગિંગ્સ માટે જાણીતી છે. શેપવેર એટલે કે બોડીને શેપમાં રાખતા અંડરવેર. સારાએ સ્પેન્ક્સની શરૂઆત વર્ષ 1998માં કરી હતી. 1971માં જન્મેલી સારા બ્લેકલીની ઉંમર ત્યારે માત્ર 27 વર્ષ હતી. તેણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે તેની કંપની પહેલા જ વર્ષમાં શાનદાર પર્ફોમન્સ આપશે.
પહેલા જ વર્ષમાં (1999)માં સ્પેન્ક્સે 4 મિલિયન ડોલરનું સેલિંગ કર્યુ. ત્યાર બાદ અમેરિકાની પ્રસિદ્ધ હોસ્ટ અને ટીપી પ્રોડ્યૂસર ઓપરા વિનફ્રેએ સ્પેન્ક્સને જ્યારે પોતાના વોર્ડરોબમાં સામેલ કર્યુ તો ચોતરફ બોલબાલા થઇ ગઇ. કંપનીનું સેલિંગ વધવા લાગ્યું. એટલું જ નહીં દુનિયાના સૌથી વધારે પૈસા મેનેજ કરનારી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોન પણ સ્પેન્ક્સને ઇગ્નોર ન કરી શકી. 2021માં બ્લેકસ્ટોરે સ્પેન્ક્સની મહત્તમ ભાગીદારી ખરીદવા માટે 1.2 બિલિયન ડોલર (લગભગ 9000 કરોડ રૂપિયા)ની ઓફર કરી. સારા બ્લેકલી સામે આવેલી આ આકર્ષક ઓફરને તે ઠુકરાવી ન શકી.
સારાએ આ ડીલને પૂર્ણ કરી અને તેના તમામ કર્મચારીઓને એક શાનદાર ગીફ્ટી આપી. તેને ટ્રિપ માટે 10,000 ડોલર અને ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ ટિકિટ્સ આપી. જેથી તેઓ એન્જોય કરી શકે. તેથી સારા બ્લેકલીને ‘વૂમન વિથ ગોલ્ડન હાર્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સફળતાના માર્ગમાં આવી અનેક અસફળતાઓ
સારાનો જન્મ ફ્લોરિડાના ક્લિયરવોટરમાં થયો હતો. તેના પિતા વકીલ હતા અને માતા એક આર્ટિસ્ટ. બાળપણથી સારામાં કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. હેલોવિન પર તેણે પાડોશના બાળકો માટે એક ભૂતિયા ઘર બનાવ્યું અને ટિકિટ વેચીને કમાણી કરી. પરંતુ બાળપણનું આ જૂનુન અસફળતાઓ દ્વારા કંઇક મોટું શીખવવા જઇ રહ્યું હતું.
તેમના પિતાએ તેમને નિષ્ફળતા વિશે અનોખા વિચાર શીખવ્યા. ડીનર ટેબલ પર તે સારા અને તેના ભાઈને તેમની નિષ્ફળતાઓ વિશે પૂછતા અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરતા. સારાના શબ્દોમાં, “મારા માટે નિષ્ફળતાનો અર્થ એ થયો કે પ્રયાસ ન કરવો, પરિણામ નહીં.” આ વિચારસરણીએ તેમના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા.
કરિયરની શરૂઆત અને પડકારો
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી, સારાએ એકવાર વકીલ બનવાનું વિચાર્યું. પરંતુ લો સ્કૂલની એડમિશન ટેસ્ટમાં નિષ્ફળ જવાને કારણે તેણે બીજો રસ્તો પસંદ કરવો પડ્યો હતો. પછી તેણે ડિઝની વર્લ્ડમાં ‘ગુફી’ બનવાનું વિચાર્યું, પરંતુ તેની ઊંચાઈના કારણે આ સપનું પણ સાકાર ન થયું.
પછી સારા ક્લિયરવોટરમાં ફરી ગઇ અને ઇમેજિંગ અને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી શરૂ કરી. કંપનીના મેનેજર્સે તેને ફ્લોરિડાની ગરમીમાં ઘરે-ઘરે ફેક્સ મશીન વેચવાનું કામ આપ્યું. આ કામ ઘણું અઘરું હતું, પણ એમાંથી ઘણું શીખવા મળી શકતું હતું. ફેક્સ મશીનો વેચતી વખતે, તેણે શીખ્યું કે કેવી રીતે લોકોની ના ને સ્વીકારવું અને ધીમે ધીમે સફળતા મેળવવા માટે આગળ વધવું. મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેણીએ લગભગ 7 વર્ષ સુધી ફેક્સ મશીનો વેચવાનું ચાલુ રાખ્યું. બાદમાં ઇમેજિંગ કંપનીએ તેને પ્રમોટ કરી. પ્રમોશન પછી, તેણે ફેક્સ મશીન વેચવા માટે ઘરે ઘરે જવાની જરૂર નહોતી.
કેવી રીતે આવ્યો સ્પેન્ક્સ શરૂ કરવાનો આઇડિયા?
સારા બ્લેકલીના જીવનનો સૌથી મોટો આઈડિયા ત્યારે આવ્યો જ્યારે તેણે પાર્ટી માટે સફેદ પેન્ટ પહેર્યું હતું. તેણીએ તેના પેન્ટીહોઝ (સ્ટોકિંગ્સ) ના બોટમ્સ કાપીને પહેર્યા, જેથી તેને વધુ સારી રીતે ફિટિંગ મળી શકે. આ નાની એવી ટ્રિક તેના માટે મોટી તક બની ગઈ. તેણે નક્કી કર્યું કે તે મહિલાઓ માટે એક પ્રોડક્ટ બનાવશે, જે તેમને તેમના શરીરને વધુ સારો શેપ આપવામાં મદદ કરશે. શેપવેર, જેને પહેરીને બોડી શેપમાં રહી શકે.
1998માં, સારા તેની $5,000ની બચત સાથે એટલાન્ટામાં રહેવા ગઈ. દિવસ દરમિયાન તે ઇમેજિંગ કંપનીમાં કામ કરતી અને રાત્રે હોઝિયરીની પેટન્ટ અને ફેબ્રિક પર રીસર્ચ કરતી. તેણી તેના આઇડિયા સાથે ઘણી કંપનીઓમાં ગઈ હતી, પરંતુ શરૂઆતમાં મોટાભાગની મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ તેના વિચારને નકારી કાઢ્યો હતો. પરંતુ સારાને તેના આઇડિયા પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તે આ વખત હથિયાર મૂકવાના મૂડમાં નહોતી.
સારા બ્લેકલીએ જાતે પેટન્ટ અને કંપનીનું કાનૂની માળખું તૈયાર કર્યું હતું. તેણે આ માટે કોઈની પાસેથી કોઈ ભંડોળ લીધું ન હતું અને પોતાના સ્તરે મેન્યુફેક્ચરિંગ કરાવીને કંપની શરૂ કરી હતી. કંપનીનું નામ ‘Spanx’ હતું. Spanxની શરૂઆત શાનદાર હતી અને કંપનીએ સતત ગ્રોથ કર્યો. સારાએ બનાવેલી પ્રોડક્ટ લોકપ્રિય થવા લાગી.

