UGC NET SET Difference: NET vs SET: શું છે બંને પરીક્ષાઓ વચ્ચેનો તફાવત? આસિસ્ટન્ટ પ્રોફેસર કે રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખાસ માહિતી

Arati Parmar
3 Min Read

UGC NET SET Difference: UGC NET અને SET પરીક્ષા દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફેલો અથવા આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે છે. જોકે, બંને પરીક્ષાઓ અલગ-અલગ છે અને તેમના આયોજનમાં પણ તફાવત છે. NET એ રાષ્ટ્રીય સ્તરની (National Level) પરીક્ષા છે જ્યારે SET એ રાજ્ય સ્તરની (State Level) પરીક્ષા છે. વિદ્યાર્થીઓમાં અવારનવાર મૂંઝવણ હોય છે કે આ પરીક્ષાઓ કેમ અને કોના માટે લેવાય છે, તેથી અહીં NET અને SET પરીક્ષા વચ્ચેના મુખ્ય તફાવતો સમજીએ.

NET અને SET વચ્ચે શું તફાવત છે?

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અને સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ અલગ-અલગ પરીક્ષાઓ છે. UGC-NET ડિસેમ્બર 2018 થી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડમાં આયોજિત કરવામાં આવે છે. જ્યારે SET અલગ-અલગ રાજ્યો દ્વારા લેવામાં આવે છે.

- Advertisement -
નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET)સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (SET)
UGC NET માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે હોય છે. (લઘુત્તમ ગુણની મર્યાદા સાથે)માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો SET આપી શકે છે. (લઘુત્તમ ગુણની મર્યાદા સાથે)
આ પરીક્ષાનું આયોજન NTA દ્વારા કરવામાં આવે છે.આનું આયોજન રાજ્યની એજન્સી અથવા યુનિવર્સિટી દ્વારા થાય છે.
તેની માન્યતા રાષ્ટ્રીય સ્તરની છે.આ રાજ્ય સ્તરની પરીક્ષા છે.
NET પાસ કરનાર ઉમેદવાર કોઈપણ રાજ્ય કે કેન્દ્રીય યુનિવર્સિટીમાં અરજી કરી શકે છે.SET પાસ કરનાર માત્ર તે જ રાજ્યની કોલેજ કે યુનિવર્સિટીમાં અરજી કરી શકે છે.
આ પરીક્ષા Assistant Professor અને JRF માટે લેવામાં આવે છે.SET મુખ્યત્વે આસિસ્ટન્ટ પ્રોફેસર (લેક્ચરરશીપ) માટે છે.
તે વર્ષમાં 2 વખત લેવાય છે.આ પરીક્ષા વર્ષમાં સામાન્ય રીતે 1 વાર જ લેવાય છે.
આમાં દેશભરના ઉમેદવારો ભાગ લે છે.આમાં મુખ્યત્વે રાજ્યના ઉમેદવારો સામેલ થાય છે.
આ પરીક્ષા એકેડેમિક, રિસર્ચ અને ગ્રાન્ટ માટે છે.SET મુખ્યત્વે ટીચિંગ (અધ્યાપન) માટે છે.

NET પરીક્ષા કોના માટે છે?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC NET) એ જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF), આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને PhD માં એડમિશનની લાયકાત નક્કી કરવા માટેની કસોટી છે. આ પરીક્ષા ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો માટે લેવામાં આવે છે.

SET પરીક્ષા કેમ લેવામાં આવે છે?

સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (SET) એ રાજ્ય સ્તરની પરીક્ષા છે. ઉમેદવારો પોતાની માતૃભાષામાં પરીક્ષા આપી શકે તેવી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય સ્તરે લેક્ચરરશીપ માટે યોગ્યતા પરીક્ષા આયોજિત કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. SET અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં આયોજિત કરવામાં આવે છે.

- Advertisement -

આ પરીક્ષાઓ ક્યારે લેવાય છે?

NET વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બરમાં લેવાય છે, પરંતુ SET વર્ષમાં માત્ર એક જ વાર લેવાય છે. અલગ-અલગ રાજ્યો પોતાની રીતે SET પરીક્ષા લે છે, જેમ કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET), મહારાષ્ટ્ર સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (MH SET) વગેરે.

- Advertisement -
Share This Article