Abir Gulal release ban India: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લીલી ઝંડી મળી ગઈ એટલે ફવાદ ખાન અને વાણી કપૂૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ પણ આ મહિને ભારતમાં રીલિઝ કરવા પ્રયાસો ચાલુ કરાયા છે એવા અહેવાલોને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે.
એક સત્તાવાર સ્પષ્ટતા અનુસાર આ ફિલ્મને ભારતમાં રીલિઝ કરવાની પરવાનગી મળી નથી. આથી આ ફિલ્મ તા. ૨૬મી સપ્ટેમ્બરે ભારતમાં રીલિઝ થવાની હોવાની વાતમાં કોઈ તથ્ય નથી.
સોની રાઝદાન, પરમીત સેઠી, રિદ્ધિ ડોગરા સહિતના ભારતીય કલાકારો ધરાવતી આ ફિલ્મ વિશ્વમાં અન્યત્ર રીલિઝ થઈ ચૂકી છે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી. પરંતુ પહલગામ એટેક બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાતાં ફિલ્મની રીલિઝ અટકી ગઈ હતી.

