મુંબઈ, શુક્રવાર
Allu Arjun Arrested : હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં કોર્ટે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. હૈદરાબાદ પોલીસે તેની શુક્રવારે સવારે તેના ઘરેથી ધરપકડ કરી હતી, જે બાદ હવે કોર્ટે તેને જેલમાં મોકલી દીધો છે. જે એસપી ભંવર સિંહ શેખાવત (ફહદ ફાસિલ) ફિલ્મ ‘પુષ્પા 2’માં ન કરી શક્યા તે હૈદરાબાદ પોલીસે કરી બતાવ્યું.
વાસ્તવમાં, ફિલ્મ ‘પુષ્પા 2’ ની સ્ક્રિનિંગ તેની રિલીઝના 1 દિવસ પહેલા, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં રાખવામાં આવી હતી, જ્યાં લોકો એટલી મોટી સંખ્યામાં એકઠા થયા હતા કે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બની ગઈ હતી ફિલ્મ ‘પુષ્પા 2’ ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં માર્યા ગયા.
આ મામલે અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન ભીડ એકઠી થઈ ગઈ હતી, ભીડમાં ફસાઈ જતાં એક મહિલાનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું અને તેના 13 વર્ષના પુત્રને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં સંધ્યા થિયેટરના માલિક સંદીપ, સિનિયર મેનેજર નાગરાજુ અને મેનેજર વિજય ચંદ્રાનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, અલ્લુ પર આરોપ છે કે તે કોઈપણ માહિતી વગર પોતાના ફેન્સને મળવા ગયો હતો. આ મામલામાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. જે બાદ અલ્લુ એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં પણ ગયો હતો. અરજીમાં ધરપકડ રોકવાની પણ અપીલ કરવામાં આવી હતી. દરમિયાન, ગુરુવારે અલ્લુએ તેની ફિલ્મ ‘પુષ્પા 2’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યાં તેણે આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના ચાહકો, પ્રેક્ષકો અને તેની આખી ટીમને આપ્યો હતો. ફિલ્મ ‘પુષ્પા 2’ વિશ્વભરમાં સૌથી ઓછા સમયમાં એટલે કે 7 દિવસમાં રૂ. 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.
5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં હજુ પણ જોવા મળી રહ્યો છે. થિયેટરો હજુ પણ હાઉસફુલ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે ટૂંક સમયમાં આ ફિલ્મ આમિર ખાનની ‘દંગલ’નો રેકોર્ડ તોડી શકે છે અને ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની શકે છે.

