Emmy Awards 2025 Winners: 77મા એમી ઍવોર્ડ્સ 2025 જાહેર: ધ સ્ટુડિયોએ 13 એવોર્ડ સાથે રેકોર્ડ બનાવ્યો, સેવરેન્સ અને ધ પિટને મોટી જીત

Arati Parmar
3 Min Read

Emmy Awards 2025 Winners: ટેલિવિઝનની દુનિયામાં ઓસ્કાર તરીકે ઓળખાતા એમી ઍવોર્ડ્સ 2025ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. દર વર્ષે ઘણા એક્ટર્સના મનમાં આ ઍવોર્ડ ફંક્શનમાં ટ્રોફી ઉઠાવવાની આશા રાખે છે. જ્યાં કેટલાક એક્ટર્સ નોમિનેટ થયા પછી પણ ઍવોર્ડ મેળવવાથી ચૂકી જાય છે, તો કેટલાકનું સ્વપ્ન સાકાર થાય છે. 77મા એમી ઍવોર્ડ્સ 2025ના વિજેતાઓનું આખું લિસ્ટ સામે આવી ગયુ છે. જેમાં કોમેડી સિરીઝ ‘ધ સ્ટુડિયો’ એ ઇતિહાસ રચ્યો છે. તેને કુલ 13 એવોર્ડ્સ મળ્યા છે. જોકે આમ તો તેનું આયોજન 14 સપ્ટેમ્બર 2025ના રોજ લોસ એન્જલસના પીકોક થિયેટરમાં કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય સમય પ્રમાણે તે સાંજે 6:30 વાગ્યે શરૂ થયું. તો ચાલો તમને એ એક્ટર્સના નામ જણાવીએ જેમણે એમી ઍવોર્ડ પોતાના નામે કર્યો છે.

Share This Article