Kiara and Sidharth Become Parents : લગ્નનાં બે વર્ષ પછી કિયારા અને સિદ્ધાર્થ માટે ખુશીના નવાં દ્વાર!

Arati Parmar
1 Min Read

Kiara and Sidharth Become Parents: કિયારા અડવાણી ટૂંક સમયમાં માતા બનવાની છે. કિયારા તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે

હજુ થોડા દિવસો પહેલાં જ ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં ‘ડોન થ્રી’નું શૂટિંગ શરુ કરવાનો છે. બીજી તરફ કિયારાએ પ્રેગનન્સી જાહેર કરી છે. આથી કિયારા પ્રેગનન્સી લીવ પર જતાં પહેલાં ‘ડોન થ્રી’નું પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે કે પછી ફરહાન અખ્તર કિયારા મેટર્નિટી લીવ પરથી પાછી આવે ત્યાં સુધી રાહ જોેશે તે અંગે અટકળો સર્જાઈ છે.

- Advertisement -

આ પોસ્ટ પર હુમા કુરેશી, શિલ્પા શેટ્ટી, એકતા કપૂર, મનીષ પોલ, ગૌહર ખાન, નેહા ધુપિયા, ઇશાન ખટ્ટર, રિયા કપૂર, શિબાની દાંડેકર સહિતના સેેલેબ્સએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત મોટી સંખ્યામાં ચાહકોએ અભિનંદન આપ્યાં હતાં.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલીવૂડનું સૌથી ક્યૂટ કપલ ગણાય છે. તેમણે ૨૦૨૩ની સાતમી ફેબુ્રઆરીએ લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થની મુલાકાત ૨૦૨૧ની ફિલ્મ શેરશાહના સેટ પર થઇ હતી. આ દરમિયાન તેમના સંબંધો ધીરે ધીરે ગાઢ બન્યા હતા અને ડેટ કરવા લાગ્યા હતા.

- Advertisement -

- Advertisement -

Share This Article