Lapatta Ladies and Arabic film Burqa City: લાપત્તા લેડીઝ અને બુરખા સિટી, ફિલ્મોમાં સામ્યતા પર ઉઠેલા પ્રશ્નો

Arati Parmar
2 Min Read

Lapatta Ladies and Arabic film Burqa City: કિરણ રાવે બનાવેલી ફિલ્મ ‘લાપત્તા લેડીઝ’ અને ૨૦૧૯માં રજૂ થયેલી એક અરેબિક શોર્ટ  ફિલ્મ ‘બુરખા સિટી’નાં કેટલાંય દ્રશ્યો વચ્ચે અજબ સામ્યતા નજરે ચઢી છે. બંને  ફિલ્મોનાં એક સરખાં દ્રશ્યો  સોશિયલ  મીડિયા પર વાયરલ  થયાં છે. તેના પરથી  બહુ વખણાયેલી ‘લાપત્તા લેડીઝ’ પણ વાસ્તવમાં અન્ય કોઈ ફિલ્મની ઉઠાંતરી છે કે શું તેવી  ચર્ચા શરુ થઈ છે.

જોકે, ફિલ્મના સર્જક બિપ્લવ ગોસ્વામીએ ઉઠાંતરીના આરોપો નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મેં ૨૦૧૪માં જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ સ્ક્રીનરાઈટર એસોસિએશનમાં નોંધાવી દીધી હતી. તે વખતે પોતે સંકલિત સ્વરુપમાં જ સ્ક્રિપ્ટની નોંધણી કરાવી હતી. ત્યારે આ અરેબિક ફિલ્મ બની પણ ન હતી. બાદમાં પોતે ૨૦૧૮માં ફીચર ફિલ્મની ફૂલ લેન્થની સ્ક્રિપ્ટની નોંધણી કરાવી હતી. તે વખતે તેને ‘ટૂ  બ્રાઈડ્સ’ ટાઈટલ અપાયું હતું. તેમણે  કહ્યું હતું કે ગફલતના કારણે વ્યક્તિઓ બદલાઈ જાય તેવી થીમ પર વિશ્વભરના અનેક લેખકો લખી ચૂક્યા છે અને પોતાની સ્ક્રિપ્ટ, પાત્રો, ડાયલોગ્સ બધુ ંએકદમ ઓરિજિનલ છે.

- Advertisement -

દરમિયાન, મૂળ ફિલ્મના સર્જક ફ્રેબિસ બ્રેસ્કએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘લાપત્તા લેડીઝ’ જોયા પછી મને આંચકો લાગ્યો હતો.

વાર્તાને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઢાળવામાં આવી છે પરંતુ મારી શોર્ટ ફિલ્મનાં કેટલાંય પાસાં તેમાં યથાતથ જોવા મળે છે.  બે પતિ વચ્ચેનો સંઘર્ષ, ભ્રષ્ટ પોલીસ ઓફિસરની વાત બધું એકસરખું છે.

Share This Article