મુંબઈઃ ‘સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ કમાણીમાં ‘એનિમલ’નો રેકોર્ડ તોડ્યો

Reena Brahmbhatt
2 Min Read

અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.

મુંબઈ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ‘સ્ત્રી-2’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવનાર રણબીર કપૂરની ‘એનિમલ’ને હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મે સોમવારે 6.5 કરોડની કમાણી કરી છે. કમાણીના મામલામાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી-2’એ રણબીર કપૂરની ‘એનિમલ’ને પાછળ છોડી દીધી છે.

- Advertisement -

ફિલ્મ ‘સ્ત્રી-2’એ 19 દિવસમાં 508 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’એ 505 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. શ્રદ્ધા કપૂરની ફિલ્મે ગ્લોબલ કમાણીમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરીને વિશ્વભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. પ્રભાસની ફિલ્મ ‘કલ્કીઃ 2898 એડી’ એ સૌથી વધુ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

shradha kapoor

- Advertisement -

ફિલ્મ ‘સ્ત્રી 2’ આવનારા દિવસોમાં બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે. એસએસ રાજામૌલીની ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’ એ બોક્સ ઓફિસ પર 511 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આશા છે કે ફિલ્મ ‘સ્ત્રી-2’ ટૂંક સમયમાં આ આંકડો પાર કરી જશે. જો ‘સ્ત્રી-2’ આ ગતિએ કમાણી કરશે તો આગામી સપ્તાહના અંત સુધીમાં આ ફિલ્મ શાહરૂખ ખાન અને સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દેશે. શાહરૂખની ‘પઠાણ’એ 524.53 કરોડ રૂપિયા અને સની દેઓલની ‘ગદર-2’એ 525 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ મહિને કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી ‘સ્ત્રી 2’ માટે આ એક સુવર્ણ તક છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કયા નવા રેકોર્ડ બનાવશે.

- Advertisement -

ફિલ્મ ‘સ્ત્રી-2’નું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી, તમન્ના ભાટિયા, વરુણ ધવન, અક્ષય કુમાર, અપારશક્તિ ખુરાના પણ મહત્વના રોલમાં છે.

Share This Article