Prasanth Varma 200 crore fraud: હનુમાન ફિલ્મના નિર્માતાએ દિગ્દર્શક પ્રશાંત વર્મા પર ૨૦૦ કરોડની હેરાફેરીનો આરોપ મૂક્યો

Arati Parmar
2 Min Read

Prasanth Varma 200 crore fraud: ભારતભરમાં સફળ થયેલી ફિલ્મ ‘હનુમાન’ના નિર્માતા નિરંજન રેડ્ડીએ ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત વર્મા પર ૨૦૦ કરોડની હેરાફેરીનો આરોપ મૂક્યો છે. પ્રશાંત વર્માએ આ આરોપો નકાર્યા છે. બંનેએ એકબીજા સામે તેલુગુ ફિલ્મ ચેમ્બરમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રશાંત વર્મા બોલીવૂડ એક્ટર રણવીર સાથે ‘રાક્ષસ’ ફિલ્મ બનાવવાના હતા પરંતુ બાદમાં તેમના અને રણવીર વચ્ચે મતભેદો સર્જાતાં આ ફિલ્મ અટકી ગઈ હતી. તેઓ હાલ પ્રભાસ સાથે ‘બ્રહ્મરાક્ષસ’ ફિલ્મ પ્લાન કરી રહ્યા છે પરંતુ આ ફિલ્મ પણ હવે અટકી પડે તેવી અટકળો છે.

- Advertisement -
Share This Article