Sonakshi Zaheer VLOG: “ધર્મ પરિવર્તન કરાવવા નથી લઈ જતો!” : લગ્ન પછી સોનાક્ષી જ્યારે પહેલીવાર મસ્જિદ ગઈ, ત્યારે ઝહીર ઈકબાલે આપ્યું રમુજી રિએક્શન!

Arati Parmar
3 Min Read

Sonakshi Zaheer VLOG: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ચાહકોના પ્રિય કપલ બની ગયા છે. લગ્ન પછી પણ તેઓ મિત્રોની જેમ મજાક કરતા રહે છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઝહીર અને સોનાક્ષીના વીડિયો ચાહકોને એન્ટરટેઈન કરે છે. ફરી એકવાર તેમણે ચાહકોને હસવાનું કારણ આપ્યું છે. સોનાક્ષીએ એક નવો વ્લોગ શેર કર્યો છે, જેમાં ઝહીરે તેના ધર્મ પરિવર્તનને લઈને રમુજી પ્રતિક્રિયા આપી છે.

અધુ-ધાબી પહોંચ્યા સોનાક્ષી-ઝહીર

- Advertisement -

સોનાક્ષીએ પોતાનો ડેઈલી વ્લોગ શેર કરીને ચાહકોને જણાવ્યું કે, ‘આજે આપણે અબુ ધાબીમાં છીએ. આ ટ્રીપ થોડી ખાસ અને એક્સાઈટિંગ થવા જઈ રહી છે. અમને અબુ ધાબી ટુરિઝમ દ્વારા અહીંની સુંદરતા જોવા માટે બોલાવવામાં આવ્યા છે. અમારા માટે ખૂબ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.’

સોનાક્ષીએ કહ્યું કે, ‘હું અબુ ધાબીમાં આવીને ખૂબ જ એક્સાઈટેડ છું. કારણ કે, હું પહેલી વાર કોઈ મસ્જિદમાં જઈ રહી છું. હું મંદિરો અને ચર્ચમાં તો ગઈ છું પણ ક્યારેય મસ્જિદમાં નથી ગઈ.’ હવે એવું તો બની જ ન શકે કે, સોનાક્ષીની કોઈ વાત પર ઝહીર તેની સાથે મસ્તી ન કરે.

ધર્મ પરિવર્તન કરાવવા માટે નથી લઈ જતો

સોનાક્ષીની મસ્જિદ જવાની વાત પર રિએક્ટ કરતા ઝહીર કહે છે કે, ‘હું તમને સ્પષ્ટ જણાવી દઉં છું કે, હું તેને ધર્મ પરિવર્તન કરાવવા માટે ત્યાં નથી લઈ જઈ રહ્યો. અમે માત્ર સુંદર સ્થળ જોવા માટે જઈ રહ્યા છીએ. જેવી રીતે અમે મંદિર અને ચર્ચ જોવા જઈએ છીએ તેવી જ રીતે મસ્જિદ જોવા જઈ રહ્યા છીએ.’ ઝહીરની વાતો પર રિએક્ટ કરતા સોનાક્ષીએ કહ્યું કે, ‘સ્પેશિયલ મેરેજ એક્ટ, જિંદાબાદ.’

ચાહકોએ કર્યું રિએક્ટ

સોનાક્ષીના વ્લોગમાં ઝહીરનું રિએક્શન સંભળતા જ ચાહકોએ તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું. ચાહકો ઝહીરને ‘ગ્રીન ફ્લેગ’ અને ‘બેસ્ટ હસબન્ડ’ જેવા ટેગ આપી રહ્યા છે. ફરી એકવાર સોનાક્ષી અને ઝહીરે લોકોને પોતાની મહોબ્બતથી મહોબ્બત કરાવી દીધી છે.

ઝહીર અને સોનાક્ષીએ 23 જૂન, 2024ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. સોનાક્ષીને બીજા ધર્મમાં લગ્ન કરવા બદલ ભારે ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી તેમના સંબંધો પર કોઈ અસર ન પડી. વચ્ચે સોનાક્ષીની પ્રેગનન્સીની અટકળોએ પણ જોર પકડ્યું હતું, પરંતુ એક્ટ્રેસે તેને અફવા ગણાવી હતી.

Share This Article