સની દેઓલની ફિલ્મ ‘જાટ’ ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: અભિનેતા સની દેઓલની ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓએ શુક્રવારે આ જાહેરાત કરી.

માયથ્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા નિર્મિત, આ એક્શન ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

- Advertisement -

‘ડોન સીનુ’, ‘બોડીગાર્ડ’, ‘બાલુપુ’ અને ‘વીરા સિંહા રેડ્ડી’ જેવી ફિલ્મોના પ્રખ્યાત દિગ્દર્શક ગોપીચંદ માલીનેનીએ ‘જાટ’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

પ્રોડક્શન કંપની પીપલ મીડિયા ફેક્ટરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અભિનેતા સની દેઓલ મોટા પડદા પર આવી રહ્યા છે. ફિલ્મ ‘જાટ’ ૧૦ એપ્રિલે હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.

- Advertisement -

દેઓલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત પણ કરી.

અભિનેતાની છેલ્લી ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી હતી.

- Advertisement -

‘જાટ’ ફિલ્મમાં રણદીપ હુડા, વિનીત કુમાર સિંહ, સૈયામી ખેર અને રેજીના કસાન્ડ્રા જેવા કલાકારો પણ જોવા મળશે.

Share This Article