હવે મલાઈકા અરોરાના મેનેજરે આ અંગે ખુલાસો કર્યો છે.
જ્યાં એક તરફ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની વાતો ચાલી રહી છે તો બીજી તરફ એક્ટ્રેસની ટીમે આ અંગે મોટું અપડેટ આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી દરેક જગ્યાએ અફવા ફેલાઈ રહી હતી કે આ સંબંધનો અંત આવી ગયો છે. હવે મલાઈકા અરોરાના મેનેજરે આ વાતનો ખુલાસો કર્યો છે.
અહેવાલો અનુસાર, જ્યારે મલાઈકાના મેનેજરને કપલના બ્રેકઅપ વિશે પૂછવામાં આવ્યું તો મેનેજરે કહ્યું, “ના, ના, આ બધી અફવા છે.”
એક સૂત્રએ કહ્યું હતું કે આ કપલે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે મલાઈકા અને અર્જુનનો સંબંધ ખૂબ જ ખાસ હતો અને બંને હંમેશા એકબીજાના દિલમાં એક ખાસ સ્થાન જાળવી રાખશે. તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો છે અને આ બાબતે આદરપૂર્વક મૌન જાળવી રાખ્યું છે. તેઓ કોઈને પણ તેમના સંબંધો વિશે ખરાબ બોલવા દેશે નહીં.

અર્જુન અને મલાઈકાની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, જ્યારે અર્જુન અને મલાઈકાએ 2018માં એક ફેશન શો ઈવેન્ટમાં સાથે હાજરી આપી હતી, ત્યારે તેમના સંબંધો વિશે ઘણી અટકળો શરૂ થઈ હતી. આખરે મલાઈકાના 45માં જન્મદિવસ પર તેઓએ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સત્તાવાર બન્યા પછી, તેઓએ એકબીજાના પરિવારો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. એકવાર કોફી વિથ કરણ શોમાં અર્જુને તેના સંબંધોને સુંદર વળાંક આપવા વિશે પણ ટિપ્પણી કરી હતી.
મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી અભિનેત્રીએ અર્જુનને ડેટ કરવાનું શરૂ કર્યું. અર્જુન અને મલાઈકાના કામની વાત કરીએ તો અર્જુન રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં કરીના કપૂર, દીપિકા પાદુકોણ, અજય દેવગન, રણવીર સિંહ જેવી મજબૂત સ્ટારકાસ્ટ છે, જ્યારે અર્જુન પણ આગામી ફિલ્મ નો એન્ટ્રી-2માં જોવા મળશે. મલાઈકા રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં વ્યસ્ત છે.

