ગરમી તેની પરાકાષ્ઠાએ છે. મે મહિનો એકદમ હોટ રહ્યો છે.વૈશાખી વાયરા વાય છે પણ અસહ્ય છે.વાસંતી વાયરા ગમતા હોય તેમ વૈશાખી વાયરા અહીં અણગમતા બની રછે છે.જૂન દસ્તક દઈ રહ્યો છે.આ અંક તમારા સુધી પહોંચશે ત્યાં સુધી જૂન પણ અડધો પતી જશે.જૂનની 15મી આસપાસ વરસાદની મોસમ પણ શરુ થઇ જશે.ત્યારે મે-જૂન આમ તો એકસાથે અનેક પ્રકારના કામો લઈને આવે છે.ગૃહિણીઓ માટે આ સમય ક્યાંક વેકેશન હોય છે.તો ક્યાંક અનાજ-મસાલા ભરવાની અને અથાણાં બનાવવાની પણ સીઝન હોય છે.તો બાળકો કે વિદ્યાર્થીઓ માટે આ મહિનો વેકેશનનો હોય છે.પરંતુ જૂનમાં શાળા-કોલેજો પણ ખુલી જતી હોય છે.
ત્યારે જૂન-જુલાઈ માં શાળા-કોલેજોની સાથે સાથે કેટલાય કોર્સીસ કે કોલેજોના પણ એડમિશન શરુ થતાં હોય છે.ત્યારે બીજી તરફ ધોરણ 10-12 ના રીઝલ્ટ પણ આવતાં હોઈ આ સમય દરમ્યાન ક્યાં એડમિશન લેવું ? કયો કોર્સ કે અભ્યાસ સારો રહેશે ? જેવા સવાલો પણ માત -પિતા અને ટીનએજ યુવાનોને સતાવતાં હોય છે.

કેમ કે, આજે કોમ્પિટિશન પણ એટલી જ છે તો સામે અભ્યાસના વિકલ્પો પણ વધ્યાં છે.આજે ગ્રેજ્યુએશન, ડોક્ટર અને એન્જીનીયરીંગ સિવાય અનેક નવી જ તરેહના અને અનેક લાખો કે કેરોડોના સેલેરી પેકેજ આપતાં કોર્સીસ અવેલેબલ બન્યા છે.
જેમાં તમે સામાન્ય અભ્યાસ સિવાય પણ સ્પોર્ટ્સ, મ્યુઝિક, એક્ટિંગ, સિંગિંગ, આર્ટસ જેવી વિવિધ પ્રવૃતિઓમાં પણ કેરિયર બનાવી શકો છો.કે સ્કિલ બેઝ હોય છે.અહીં ટકાવારી જ મહત્વની નથી.સ્કિલ પણ એટલી જ મહત્વની છે.તેથી જ કેટલાક બાળકોમાં કુદરતે અભ્યાસ સિવાય અન્ય સ્કિલ આપી હોય છે.તો આવા બાળકોને પણ ખીલવાની અને પાંગરવાની તક આપવી જ રહી જેમાં તેઓ કેરિયરના નવા જ અંકો હાંસિલ કરી શકે છે.
તો સૌ વિદ્યાર્થી મિત્રોને નવાનક્કોર ફ્યુચર માટે All the best ! મઝલ કઠીન છે પણ રસ્તા અનેક છે.So dnt worry ! Be happy !

