વૈશ્વિક કારણોસર છેલ્લા વર્ષોમાં રૂપિયો નબળો પડ્યો, નાણા રાજ્ય મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ

newzcafe
2 Min Read

વૈશ્વિક કારણોસર છેલ્લા વર્ષોમાં રૂપિયો નબળો પડ્યો, નાણા રાજ્ય મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે આ વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિશ્વમાં કથળતી આર્થિક સ્થિતિને કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. 


 


રાજ્યસભામાં ડૉલરની સામે રૂપિયાના અવમૂલ્યન સંબંધિત પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે આ વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિશ્વમાં બગડતી આર્થિક સ્થિતિને કારણે ડોલર.રૂપિયો નબળો પડ્યો. 


 


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ તેમના જવાબમાં કહ્યું છે કે ભારતીય રૂપિયાનો વિનિમય દર બજારના આધારે નક્કી કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં અનેક વૈશ્વિક કારણોને લીધે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. જેમાં વર્ષ 2018માં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, 2018માં જ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને વર્ષ 2020માં કોવિડ મહામારીનો સમાવેશ થાય છે.


 


તમને જણાવી દઈએ કે મંગળવારે (26 જુલાઈ) પણ ડૉલરના મુકાબલે રૂપિયામાં નબળાઈ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડીને 79.77ની સપાટીએ બંધ રહ્યો હતો. જણાવી દઈએ કે મંગળવારે રૂપિયો 79.79 ના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 79.79ના સ્તરે સરકી ગયો હતો.


 


બજારના જાણકારોના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને યુએસ ફેડના વલણને કડક બનાવવાની આશંકાના કારણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share This Article