કચ્છમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે વહીવટીતંત્રની આક્રમક કાર્યવાહી
ગુજરાતમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે વહીવટીતંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર જમીન પર બનેલા ત્રણ મદરેસાઓને બુલડોઝ કરી દીધા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં નકશાનો સર્વે અને અભ્યાસ કર્યા બાદ વહીવટીતંત્રે પોલીસ ટીમ સાથે આ કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના જામકુનરિયા અને કુરણ ગામમાં સરકારી જમીન પર બનેલા ત્રણ મદરેસાઓને શનિવારે સવારે પોલીસ બંદોબસ્ત સાથે વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગરમાં અસામાજિક તત્ત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં સ્થાનિક વહીવટીતંત્રે બુલડોઝિંગ શરૂ કર્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ટીમના સહયોગથી ગત રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં 108 ગેરકાયદેસર જગ્યાઓને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. જૂનાગઢના ઉપરકોટમાં ગેરકાયદેસર કબરો તોડી પાડવાની પણ વાત કરી હતી. આપણું બુલડોઝર ષડયંત્રથી બનેલી દરેક ઈમારતને તોડી પાડવા તૈયાર છે.
