બનાવટી દસ્તાવેજથી બીજો પાસપોર્ટ બનાવનાર અમદાવાદનો આરોપી ઝડપાયો, ATDની કાર્યવાહી
Gujarat Government Name Misuse: ગુજરાતમાં ખાનગી સંસ્થા, ટ્રસ્ટ અને વ્યવસાયિક પેઢીઓ કેન્દ્ર સરકાર પાસેથી અગાઉથી લેખિત મંજૂરી મેળવ્યા વિના પોતાની સંસ્થાના નામમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઇન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં.
જો કોઈ ખાનગી કંપની અથવા સંસ્થા આ શબ્દોનો ઉપયોગ કરવા માંગતી હોય, તો તેણે પોતાના નામ સાથે આ સંસ્થા એક “ખાનગી ઉપક્રમ” છે અને તેનો સરકાર સાથે કોઈ સંબંધ કે સરકારી હેતુ નથી, તે સ્પષ્ટ કરવું પડશે.
બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઇન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોના ખાનગી ઉપયોગ પહેલાં લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. વ્યવસાયિક લાભ માટે સરકારી નામ, હોદ્દા અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ગેરમાર્ગે દોરતી ખાનગી સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારે અભિયાન શરૂ કર્યું છે.
સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, 1950’નો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી છે.
બનાવટી દસ્તાવેજથી પાસપોર્ટ બનાવનાર ઝડપાયો
ગુજરાત આતંકવાદ વિરોધી દળના નિરીક્ષક J P રોજિયાએ બનાવટી દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવવાના આરોપી હરીશ પ્રાણ કુમાર પટેલની ધરપકડ કરી છે. આરોપી શાહીબાગ, અમદાવાદનો રહેવાસી છે. નાણાંની હેરફેરના કેસને કારણે તેનો પાસપોર્ટ અદાલતે જપ્ત કર્યો હતો.
આરોપીએ દયાલબાગ, આગ્રા, ઉત્તર પ્રદેશના બનાવટી સરનામાના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ દિલ્હીમાં ભાડે રહેવા માટેનો કરાર બનાવી દિલ્હી પાસપોર્ટ કચેરીમાંથી પોતાના જ નામે બીજો પાસપોર્ટ મેળવી લીધો હતો.
આ બનાવટી દસ્તાવેજોના આધારે મેળવેલા પાસપોર્ટથી આરોપી નેપાળના માર્ગે વિદેશમાં તેમજ ભારતમાં આવનજાવન કરતો રહ્યો હતો. પોલીસને આરોપી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે.

