Kutch Heroin Case: કચ્છમાં 250 કિલો હેરોઇન કેસમાં એનઆઈએ કોર્ટનો મોટો ચુકાદો, 5 પાકિસ્તાની સહિત 6 દોષિતોને 8-8 વર્ષની સજા

Arati Parmar
2 Min Read

Kutch Heroin Case: 2019ના કચ્છ હેરોઇન તસ્કરી કેસમાં 600 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 આરોપીઓને એનઆઈએ કોર્ટની સજા

Kutch Heroin Case: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલતે વર્ષ 2019માં ગુજરાતના કચ્છ વિસ્તારમાં બોટ મારફતે અંદાજે અઢી સો કિલો હેરોઇનની તસ્કરી કરીને લાવવાના કેસમાં 5 પાકિસ્તાની નાગરિકો સહિત 6 આરોપીઓને દોષિત ઠેરવીને દરેકને 8-8 વર્ષની સજા ફટકારી છે.

- Advertisement -

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ભારતીય જળસીમામાં ભારતીય તટરક્ષક દળ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આ તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા હતા.

લાંબી સુનાવણી બાદ કોર્ટે સંભળાવ્યો ચુકાદો

- Advertisement -

એનઆઈએ અદાલતે લાંબી સુનાવણી બાદ સોમવારે ભારતમાં તસ્કરી કરીને અંદાજે 600 કરોડ રૂપિયાની કિંમતની અઢી સો કિલો હેરોઇન લાવવાના કેસમાં 5 પાકિસ્તાની તસ્કરો અને એક ભારતીય માછીમારને 8-8 વર્ષની સજા સંભળાવી છે.

સજા પામનાર આરોપીઓ કોણ છે?

- Advertisement -

સજા પામનારાઓમાં પાકિસ્તાનના કરાચીના રહેવાસી સરદાર અલી શેખ, અલાહી દાદ અંગિયારા શેખ, અઝીમ ખાન બલોચ, અબ્દુલ અઝીઝ મોહમ્મદ જુમા, અબ્દુલ ગફૂર અંગારિયા, મોહમ્મદ મલ્લાહ મોહમ્મદ ઉર્સ તેમજ ભારતીય માછીમાર રમઝાન ગની પલાણીનો સમાવેશ થાય છે.

ભારતીય તટરક્ષક દળ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એજન્સીએ સંયુક્ત ઑપરેશન દરમિયાન અલ મદીના બોટમાં સવાર આ તસ્કરોને 21 મે, 2019ના રોજ કચ્છના ભુજ નજીક જખૌ પાસે ભારતીય સમુદ્રી સીમામાંથી ઝડપી પાડ્યા હતા.

250 કિલો હેરોઇનના 194 પેકેટ જપ્ત કરાયા

આરોપીઓ પાસેથી અંદાજે અઢી સો કિલો હેરોઇનના કુલ 194 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. એનઆઈએએ એનડીપીએસ એક્ટ, આઈપીસી અને યુએપીએ હેઠળ કેસ નોંધ્યો હતો અને વર્ષ 2020માં વિશેષ અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.

ચાર્જશીટમાં જણાવાયું હતું કે માદક પદાર્થોની તસ્કરીથી મળતા નાણાંનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે કરવામાં આવતો હતો.

પાસપોર્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ પણ દોષિત ઠરાવાયા

વિશેષ અદાલતે પાસપોર્ટ અને ફોરેનર્સ એક્ટની કલમ 4એ-(બી) હેઠળ પણ તમામ આરોપીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે.

Share This Article