Mehsana suicide case : દીકરાને વિદેશ મોકલવાનું પડ્યું મોંઘું, ઉઘરાણીથી કંટાળીને પિતાએ કર્યો આપઘાત

Arati Parmar
1 Min Read

Mehsana suicide case : સંતાનના ભવિષ્ય માટે માતા-પિતા કંઇ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ ક્યારેક આ નિર્ણય જીવન માટે ભારે પડી શકે છે. મહેસાણામાં એક પિતા માટે દીકરાને વિદેશ મોકલવાનો નિર્ણય ઘાતક સાબિત થયો. ઉઘરાણી અને ધમકીઓથી ત્રસ્ત થઈ પિતાએ જીવ ગુમાવ્યો.

શું છે સમગ્ર ઘટના?
મહેસાણાના ગોઝારીયાના એ-વન બંગલોઝમાં રહેનાર કૌશિક ચીમનલાલ પંચોલી એ પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે અમદાવાદના એજન્ટો પાસેથી સહાય લીધી. મોદી ગૌરવ, પટેલ કમલેશ અને પટેલ ચિરાગ નામના એજન્ટોએ વિદેશ મોકલવા માટે મોટી રકમ લીધા પછી સતત ઉઘરાણી શરૂ કરી.

- Advertisement -

ધમકીઓ અને ત્રાસ બાદ મોત
આજ એજન્ટોએ માત્ર ઉઘરાણી જ નહીં, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપી, છરી બતાવી અને ગાળાગાળી કરી. સતત ત્રાસ અને માનસિક દબાણની અસરથી કૌશિક પંચોલી તૂટી ગયા. અંતે, કંટાળીને તેમણે એસિડ પી આપઘાત કરી લીધો.

પોલીસની કાર્યવાહી
આ ઘટનાને પગલે લાંઘણજ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આપઘાત માટે પ્રેરણા આપવાના આરોપ હેઠળ ત્રણેય એજન્ટો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઘટના એ એક મોટો સંદેશ છે કે વિદેશ જવાની હોડમાં નાસી પડતા પહેલા, લોકો એજન્ટો અને તેમના વ્યવહાર પર સાવધાની રાખવી જોઈએ. સતર્ક રહો, સાચા માર્ગ પસંદ કરો અને અનધિકૃત એજન્ટો પાસેથી બચો!

- Advertisement -
Share This Article