Navsari News: ગુજરાતમાં બુટલેગરોનો ત્રાસ વધતો જાય છે. તેનો એક તાજો જ દાખલો નવસારી સ્ટેશન પર જોવા મળ્યો છે. બુટલેગરો હવે દારૂની હેરફેર ટ્રેનમાં કરી રહ્યા છે. તેઓ તેમનો માલ ઉતારવા ચેઈન પુલીંગ કરી ટ્રેઈનને કોઈપણ જગ્યાએ થોભાવીને તેમનો માલ ઉતારી લેતા હોય છે. આવા તત્વોને પોલીસ રેલવે પણ પકડવાને બદલે મદદ કરતી હોય તેવો નવસારીનો એક વીડિયો સામે આવ્યો છે.
નવસારીમાં ચેન પુલિંગથી ટ્રેન રોકી દારૂ ઉતારતા બૂટલેગરો
લગભગ ત્રણેક દિવસ પહેલાં બુટલેગરોએ ટ્રેન પુલીંગ કરીને એક ટ્રેનને નવસારી સ્ટેશને રોકી હતી અને તેમનો માલ ઉતારતા હતા. પબ્લીકે ઉહાપોહ કરતા પોલીસ હાજર થઈ હતી પરંતુ પોલીસે પણ બુટલેગરોને પકડવાને બદલે તેમને મદદ કરતી હોય તેમ જણાતું હતું. આથી સ્ટેશન પર હાજર પબ્લિક વિફરી હતી અને તે બધાએ પોલીસની હાજરીમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવી હાય હાયના નારા બોલાવ્યા હતા.
વાઈરલ વીડિયોમાં લોકોના ‘હર્ષ સંઘવી હાય હાય’ના નારા
ઉહાપોહ કરતા લોકોનું કહેવું હતું કે હેલમેટ ફરજીયાત કરાવવા હર્ષ સંઘવી મેદાને પડ્યા છે પણ જે કામ કરવાનું હોય તે કરતાં નથી. જો તાકાત હોય તો આ બુટલેગરોને પકડોને! તેઓ વીડિયોમાં એમ પણ કહેતા હતાં કે ઘણાં વર્ષોની મહેનત પછી મોદીએ ઉભા કરેલાં આ ગુજરાતને આ લોકો ડુબાડશે, હજુ સમય છે સુધરી જાવ.

