જાણો સીતાફળના ફાયદા

Reena Brahmbhatt
3 Min Read

ચિંતા કરશો નહીં: કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે આ સમયે સીતાફળ ખાવાનું શરૂ કરી દો, હાર્ટ માટે પણ હેલ્ધી છે
સીતાફળ અનેક ગુણોથી ભરપૂર છે. ખાસ કરીને સીતાફળ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. સીતાફળમાં રહેલાં ગુણો તમારા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

ખરાબ અને અનહેલ્ધી ડાયટને કારણે આજકાલ હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ ત્યારે વધી જાય છે જ્યારે બોડીમાં અનહેલ્ધી ફેટ અને ટ્રાઇગ્લિસરાઇડના કણો વધી જાય છે અને ઘમનીઓમાં ચોંટવા લાગે છે. એવામાં બ્લડ સર્કુલેશનમાં બ્લોકેજ કરે છે જેના કારણે હાર્ટની બીમારીઓની જોખમ વધી જાય છે. આ સમયે ખાસ કરીને ડાયટ અને ફળોને ડાયટમાં એડ કરવા ખૂબ જરૂરી છે. હાઇ કોલેસ્ટ્રોલમાં એવા ફળો ડાયટમાં એડ કરો જેમાં વાસોડિલેટરનો ગુણ હોય. આ માટે સીતાફળ સૌથી બેસ્ટ છે. સીતાફળ હાઇ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે જેના કારણે હાર્ટની બીમારીઓથી તમને બચાવી લે છે.

- Advertisement -

વાસોડિલેટર ગુણથી ભરપૂર છે સીતાફળ: વાસોડિલેટર એવી દવા છે જે રક્ત વાહિકાઓને ખોલે છે. વાસોડિલેટર ગુણ ધમનીઓ અને નસોની દિવાલોમાં માંસપેશિઓને હેલ્ધી રાખે છે અને કોલેસ્ટ્રોલના કણોને આનાથી બચાવે છે. આ માંસપેશિઓને સંકોચવાથી રોકે છે અને બ્લડ સર્કુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે જેના કારણે તમને હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ટળી જાય છે અને બ્લોકેજનું જોખમ ઓછુ થઇ જાય છે.

હાઇ ફાઇબર અને નિયાસિનથી ભરપૂર: સીતાફળમાં ફાઇબર અને નિયાસિન હોય છે જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારીને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય હાર્ટની લગતી બીમારીઓનું જોખમ ઓછુ કરે છે. સીતાફળ તમે ડેઇલી એક ખાઓ છો તો બીજી અનેક બીમારીઓથી બચી જાવો છો.

- Advertisement -

પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર: સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા ભરપૂર હોય છે. મેગ્નેશિયમ હાર્ટની માંસપેશિઓને આરામ આપે છે જેના કારણે સ્ટ્રોકનું જોખમ ઓછુ થઇ જાય છે. પોટેશિયમ બ્લડ વેસેલ્સને ખોલે છે અને બ્લડ સર્કુલેશનને સારું કરીને અનેક જોખમ થતા રોકે છે. આ તમામ ફાયદાઓને કારણે સીતાફળ દરેક લોકોએ ખાવુ જોઇએ.

આ સમયે સીતાફળ ખાઓ: સીતાફળના ગુણો તમને અનેક બીમારીઓથી બચાવે છે, ત્યારે સીતાફળ કયા સમયે ખાવાથી હેલ્થને ફાયદો થાય એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. સીતાફળ સવારમાં 10 થી 12 વાગ્યાની આસપાસ ખાઓ અથવા તો સાંજના 4 થી 5 વાગ્યાના સમયે ખાઓ છો તો સૌથી બેસ્ટ છે

- Advertisement -
Share This Article