Red Chili Garlic Chutney Recipe: શિયાળાની ઠંડીમાં તીખી ચટણી ખાવાની મજા અલગ છે. આજે લાલ મરચા અને લસણની તીખી ચટણી કેવી રીતે બનાવવી તેની રીત અહીં જણાવશું.
લાલ મરચાની તીખી ચટણી બનાવવાની સામગ્રી
- લાલ મરચાં – 400 ગ્રામ જેટલા.
- લસણની કળીઓ – 12 થી 15.
- મીઠું – 1/2 ટીસ્પૂન.
- કાચું જીરું – 2 ટીસ્પૂન.
- ઘી – 2 ટેબલસ્પૂન.
- તેલ – 2 ટેબલસ્પૂન.
- હિંગ – 1/4 ટીસ્પૂન જેટલી.
- કાશ્મીરી લાલ મરચું (રંગ માટે) – 1/2 ટેબલસ્પૂન.
- ગોળ – 1/2 ટેબલસ્પૂન (અથવા 1-2 ટીસ્પૂન). (માત્ર લસણની તીખાશ બેલેન્સ કરવા માટે થોડો ગળપણ ઉમેરવાનો છે).
- લીંબુનો રસ – અડધા લીંબુનો.
લાલ મરચાની તીખી ચટણી બનાવવાની રીત
400 ગ્રામ લાલ વેરાયટીના મરચાંને ધોઈને કોરા કરી લેવાના છે. મરચામાંથી બીનો ભાગ અને ઉપરનો ભાગ થોડો કાઢી લેવો. જો મરચાં બહુ તીખા હોય તો બી અને નસોનો ભાગ વધારે કાઢી લેવાનો. મરચાં ગોળ અથવા લાંબા પીસીસમાં કટ કરવા. પછી મિક્સર જારમાં મરચાંના પીસીસ, 12 થી 15 લસણની કળીઓ, 1/2 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન કાચું જીરું ઉમેરી દેવું. આ મિશ્રણને થોડું દરદરું રહે એવી રીતે વાટી લેવું.

