બિહારમાં ઉદ્ઘાટન પહેલાં જ પુલ નદીમાં ગરકાવ

Reena Brahmbhatt
1 Min Read

પટણા, તા. 18 : બિહારના અરરિયામાં મંગળવારે 12 કરોડના ખર્ચે બનેલો પુલ ઉદઘાટન થાય તે પહેલાં જ ધ્વસ્ત થયો હતો. 182 મીટર લાંબા પુલનું નિર્માણ 2021માં શરૂ થયું હતું, જેને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો હતો. 2023માં તૈયાર થયા બાદ પહોંચ માર્ગ ન હોવાના કારણે આવાગમન બંધ રખાયું હતું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, પુલના નિર્માણમાં અનિયમિતતા વર્તાઈ હતી અને ગુણવત્તાવિહીન સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. થોડા સમય પહેલાં જ તેના સ્લેબમાં તિરાડો દેખાઈ હતી અને મંગળવારે અચાનક પુલ નદીના પાણીમાં ગરકાવ થયો હતો.

bihar bridge collapse

- Advertisement -
Share This Article