29th January History: દેશ અને દુનિયામાં 29 જાન્યુઆરીનો દિવસ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે ઇતિહાસમાં નોંધાયેલો છે. આ જ દિવસે 1979માં ભારતની પ્રથમ “જમ્બો ટ્રેન” (ડબલ-હેડેડ) તરીકે પ્રખ્યાત, તમિલનાડુ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવી હતી. આ દેશની પ્રથમ એવી પેસેન્જર ટ્રેન હતી, જેને બે એન્જિન સાથે 21 ડબ્બાઓ સાથે ચલાવવામાં આવી હતી. તેણે નવી દિલ્હીથી મદ્રાસ (હવે ચેન્નાઈ) વચ્ચે 2,188 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, જે તે સમય માટે એક સીમાચિહ્નરૂપ હતું.
તમિલનાડુ એક્સપ્રેસનો ઇતિહાસ
1982ની એશિયન ગેમ્સ પહેલા તેને અઠવાડિયામાં ચાર વાર અને બાદમાં દૈનિક કરવામાં આવી હતી. પહેલા તે WDM 2 લોકોમોટિવ દ્વારા ચાલતી હતી, પરંતુ બાદમાં માર્ગના વિદ્યુતીકરણ (ચેન્નાઈ-વિજયવાડા) પછી તેને ઇલેક્ટ્રિક એન્જિન મળ્યા. આ ટ્રેને દક્ષિણ ભારતને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડીને લાંબા અંતરની મુસાફરીમાં ક્રાંતિ લાવી અને ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ (GT Express) પછી તે બીજો મુખ્ય સંપર્ક બની.
આ સ્ટેશનોને કરે છે ક્રોસ
તમિલનાડુ એક્સપ્રેસ ચેન્નાઈ સેન્ટ્રલથી નવી દિલ્હી સુધી ચાલે છે અને વિજયવાડા, નાગપુર, ભોપાલ, ગ્વાલિયર અને આગ્રા જેવા મુખ્ય સ્ટેશનો પરથી પસાર થાય છે. આ ટ્રેન ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરી 47 થી વધુ વર્ષોથી મુસાફરોને સુરક્ષિત અને ઝડપી મુસાફરી સેવા પૂરી પાડી રહી છે. આ સફર લગભગ 32 કલાકમાં પૂર્ણ કરે છે. સરેરાશ ઝડપ 70 કિમી/કલાક છે. જમ્બો ટ્રેન (Jumbo Train) નો અર્થ સામાન્ય રીતે બે કે તેથી વધુ એન્જિન ધરાવતી ખૂબ લાંબી અને ભારે માલગાડી કે પેસેન્જર ટ્રેન થતો હતો. આ ટ્રેન 21 થી 22 ડબ્બાઓને પોતાની સાથે ખેંચીને લઈ જાય છે. આમાં 2 એન્જિન લાગેલા હોય છે.
29 જાન્યુઆરીનો અન્ય ઇતિહાસ
1528: ભારતમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને પરાજિત કરી ચંદેરીના કિલ્લા પર કબજો મેળવ્યો.
1916: પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મનીએ ફ્રાન્સ પર પહેલીવાર હુમલો કર્યો.
1949: બ્રિટને ઇઝરાયેલને માન્યતા આપી.
1970: શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડનો જન્મ.
1979: ભારતની પ્રથમ જમ્બો ટ્રેન (બે એન્જિન વાળી) તમિલનાડુ એક્સપ્રેસ નવી દિલ્હીથી રવાના થઈ.
1992: ભારત આસિયાન (ASEAN) નું પ્રાદેશિક સહયોગી બન્યું.
1996: ફ્રાન્સના રાષ્ટ્રપતિ જૉક શિરાકે ભવિષ્યમાં પરમાણુ પરીક્ષણ પર રોક લગાવવાની જાહેરાત કરી.
2023: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અંડર-19 T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની.
2024: એલોન મસ્કે જાહેરાત કરી કે તેમની કંપની ન્યુરાલિંકે પહેલીવાર કોઈ વ્યક્તિમાં ‘બ્રેઈન-રીડિંગ’ ડિવાઈસ ઈમ્પ્લાન્ટ કર્યું છે.
2025: અમેરિકી સેનાનું હેલિકોપ્ટર પેસેન્જર પ્લેન સાથે ટકરાતા 67 મુસાફરોના મોત થયા.

