Air India Boeing 787 Inspection: એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનોમાં ટેકનિકલ ગરબડ? ૩,૫૦૦ કલાક ચાલેલી ફ્યુઅલ સ્વિચ કેમ થઈ ફેઈલ; બોઈંગ અને DGCA ની તપાસ વચ્ચે પાયલોટોને અપાઈ ખાસ ચેતવણી, વાંચો વિગતવાર અહેવાલ

Arati Parmar
3 Min Read

Air India Boeing 787 Inspection: ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે એર ઇન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે, જેના ક્રૂ મેમ્બર્સ દ્વારા લંડનના હીથ્રો એરપોર્ટ પર તેના એક એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ (FCS) ના અસામાન્ય વર્તનને પકડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના તમામ ડ્રીમલાઇનર વિમાનોના ઊંડાણપૂર્વક નિરીક્ષણનો આદેશ આપ્યો છે. એર ઇન્ડિયાના બોઈંગ ડ્રીમલાઇનર વિમાન B787 (VT-ANX) માં પહેલી ફેબ્રુઆરીએ લંડનના હીથ્રો એરપોર્ટ પર આ ખામી પકડાઈ હતી અને તે સોમવારે જ બેંગલુરુ પહોંચ્યું છે, જ્યાં તેને આગળની ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યું છે.

એર ઇન્ડિયાને ૨૦૧૭ માં મળ્યું હતું VT-ANX

બોઈંગ દ્વારા એર ઇન્ડિયાને ડ્રીમલાઇનર 787-8 (VT-ANX) ૨૦૧૭ માં ડિલિવર કરવામાં આવ્યું હતું. હીથ્રોમાં તેના કમાન્ડરે લોગ બુકમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના અસામાન્ય વર્તન અંગે જે નોંધ કરી છે, તે મુજબ, ‘…જ્યારે હળવેથી દબાવવામાં આવ્યું ત્યારે ડાબી બાજુની કંટ્રોલ સ્વિચ ‘રન’ (Run) અવસ્થામાંથી ‘ઓફ’ (Off) અવસ્થામાં જતી રહી, તે પોતાની જગ્યાએ લોક થતી નથી, ડિફેક્ટ્સ નિલ.’

- Advertisement -

‘અસરગ્રસ્ત ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બદલવામાં આવશે’

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એવિએશન રેગ્યુલેટર પાસેથી ફરજિયાત મંજૂરી લીધા બાદ અસરગ્રસ્ત ઉપકરણને બદલી દેવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, ‘ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને બનાવનાર મૂળ કંપની (OEM) માં વિગતવાર વિશ્લેષણ માટે મોકલવામાં આવશે.’ અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ‘જે વિમાનનું નિરીક્ષણ થઈ રહ્યું છે, તેમાં વૈકલ્પિક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ લગાવ્યા બાદ તેને જવાની મંજૂરી આપવામાં આવશે.’

‘ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ’ કેટલું જૂનું હતું?

આ મામલાની જાણકારી રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું કે સોમવારે લંડનથી બેંગલુરુ પહોંચેલા વિમાનમાં જે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ લાગેલું છે, તેનો ઉપયોગ આશરે ૩,૫૦૦ કલાક થયો છે. જ્યારે તેની સર્વિસ લાઈફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અંદરના એક સૂત્રએ જણાવ્યું કે ‘ફ્યુઅલ કંટ્રોલ સ્વિચનું કુલ આયુષ્ય ૨૦,૦૦૦ કલાક સુધીનું હોય છે.’ એટલે કે, ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ હજુ જૂનું થયું નહોતું.

- Advertisement -

તમામ ડ્રીમલાઇનરના નિરીક્ષણનો આદેશ

બીજી તરફ સોમવારે ડ્રીમલાઇનર 787-8 વિમાન બનાવતી કંપની બોઈંગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ એર ઇન્ડિયાના સંપર્કમાં છે અને આ સમીક્ષામાં સહયોગ કરી રહ્યા છે. જોકે, સાવચેતીના ભાગરૂપે એર ઇન્ડિયાએ બોઈંગ ડ્રીમલાઇનર 787 વિમાન ઉડાડતા તેના તમામ પાયલોટોને આનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

Share This Article