ન્યૂયોર્ક `બેપ્સ’ મંદિરમાં મોદી વિરોધી અભદ્ર લખાણ

Reena Brahmbhatt
2 Min Read

ન્યૂયોર્ક, તા.17 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અગાઉ?જ ન્યૂયોર્કના મેલવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સ્પ્રે કલરથી અભદ્ર ધિક્કાર ભરેલા લખાણની ઘટના સામે આવી હતી. તોડફોડ કરનારા તત્ત્વોએ મંદિરમાં ભારતવિરોધી નારા પણ લખ્યા હતા.

ભારતના વાણિજ્ય દૂતાવાસે આકરો વાંધો લઈ આ ઘટનાના આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી અંગે અમેરિકી અધિકારીઓ સામે મુદ્દો ઉઠાવ્યોહતો. અમેરિકાના સાંસદોએ પણ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને એકસૂરમાં મંદિરને નિશાન બનાવવા સામે વિરોધ નોંધાવી આરોપીઓને કડક સજાની માંગ કરી હતી.

- Advertisement -

swaminarayan temple

આ ઘટનામાં મોદી વિરોધી ખાલિસ્તાની જૂથની સંડોવણીની સંભાવના જોવાઈ રહી છે. ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે `એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નજીક સાંકેતિક બોર્ડમાં કરવામાં આવેલી છેડછાડ અસ્વીકાર્ય છે. દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી માટે કાયદાની એજન્સીઓના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેલવિલે એ લોંગ આઈસલેન્ડના સફોલ્ક કાઉન્ટીમાં સ્થિત છે અને વડાપ્રધાન મોદી અહીં જ 22મી સપ્ટેમ્બરે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કરવાના છે.

- Advertisement -

સોશિયલ મીડિયામાં ફરતા ફૂટેજ મુજબ મંદિરની બહાર માર્ગ અને પ્રતીક ચિહ્નો પર સ્પ્રે કલર દ્વારા આપત્તિજનક શબ્દો લખવામાં આવ્યા હતા. ઘટના અંગે બીએપીએસે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમને દુ:ખ છે કે ફરી એક વખત નફરત અને અસહિષ્ણુતા વચ્ચે શાંતિનો અનુરોધ કરવો પડી રહ્યો છે. અમેરિકાના સાંસદો ડેમોક્રેટિક પક્ષના રાજા ક્રિશ્નામૂર્તિ, રો ખન્ના અને મિશિગનના સાંસદ શ્રી થાનેદારે તોડફોડને સંપૂર્ણ?અસ્વીકાર્ય ગણાવી હતી અને બીએપીએસ સમુદાયને ન્યાય મળવો જોઈએ તેવી માંગ ઊઠાવી હતી.

- Advertisement -
Share This Article