ECI New Rules 2026: કોઈ બહાનું નહીં ચાલે! હવે મતદાન મથકો પર જ જમા થઈ જશે ફોન, ચૂંટણી પંચે કાઢ્યો જબરદસ્ત તોડ

Arati Parmar
2 Min Read

ECI New Rules 2026: ચૂંટણી પંચે 2026ની વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને લઈને મોટું પગલું ભર્યું છે. પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે દેશભરના 2,18,807 મતદાન મથકો પર મતદારો માટે બહેતર સુવિધાઓ અને સહાયતા સુનિશ્ચિત કરવામાં આવે. પંચના જણાવ્યા અનુસાર, આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સાથે 6 રાજ્યોમાં પેટાચૂંટણી પણ યોજાશે.

દરેક બૂથ પર આ સુવિધાઓ હશે ફરજિયાત

ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર ‘સુનિશ્ચિત લઘુત્તમ સુવિધાઓ’ ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા છે:

- Advertisement -
  • પીવાનું પાણી

  • વેટિંગ એરિયા

  • શૌચાલયની સુવિધા

  • પૂરતો પ્રકાશ

  • દિવ્યાંગ મતદારો માટે રેમ્પ

આ ઉપરાંત, લાંબી લાઈનોમાં ઉભેલા મતદારો માટે નિયમિત અંતરે બેન્ચ મૂકવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી તેઓ બેસીને પોતાની વારો આવે તેની રાહ જોઈ શકે.

મતદારોની મદદ માટે ખાસ વ્યવસ્થા

દરેક મતદાન મથક પર વોટર આસિસ્ટન્સ બૂથ (VAB) સ્થાપિત કરવામાં આવશે, જ્યાં અધિકારીઓ મતદારોને તેમનો બૂથ નંબર અને મતદાર યાદીમાં નામ શોધવામાં મદદ કરશે. સાથે જ જાગૃતિ વધારવા માટે વોટર ફેસિલિટેશન પોસ્ટર્સ (VFP) લગાવવામાં આવશે, જેમાં ઉમેદવારોની યાદી, જરૂરી દસ્તાવેજો અને મતદાન પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે.

- Advertisement -

મોબાઈલ જમા કરાવવાની સુવિધા

ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે એક નવું પગલું ભરતા મતદાન મથકની બહાર મોબાઈલ ફોન જમા કરાવવાની વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. મતદારો પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને જમા કરાવી શકશે અને મતદાન કર્યા પછી પરત મેળવી શકશે.

કડક દેખરેખના નિર્દેશ

પંચે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ સુવિધાઓનું પાલન ફરજિયાત રહેશે અને તેની કડક દેખરેખ રાખવામાં આવશે. તમામ અધિકારીઓને ચૂંટણી પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી મતદારોને સરળ અને બહેતર મતદાનનો અનુભવ મળી શકે.

- Advertisement -
Share This Article