ગુજરાત હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું

Reena Brahmbhatt
2 Min Read

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા 12 ડિગ્રી પહોંચ્યુ, અમદાવાદ સહિત ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડશે.

ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડશે.

- Advertisement -

12.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠડુંગાર
ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં 12.2 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 21.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 30.3 16.6
ડીસા 31.6 14.4
ગાંધીનગર 30.6 15.5
વિદ્યાનગર 30.9 17.8
વડોદરા 30.6 14.6
સુરત 32.2 18.4
વલસાડ – –
દમણ 32.4 19.4
ભૂજ 32.0 16.3
નલિયા 31.0 12.2
કંડલા પોર્ટ 32.2 18.0
કંડલા એરપોર્ટ 31.4 12.9
અમરેલી 30.8 13.4
ભાવનગર 29.1 16.6
દ્વારકા 31.2 21.4
ઓખા 29.2 21.7
પોરબંદર 31.2 14.6
રાજકોટ 32.9 14.6
વેરાવળ 32.2 19.5
દીવ 31.5 17.6
સુરેન્દ્રનગર 32.5 15.8
મહુવા 30.8 15.1
કેશોદ 31.2 14.1
અમદાવાદમાં 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું
ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 17 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.

- Advertisement -

આ પણ વાંચોઃ- ગુજરાતના ખેડૂતો માટે ખાસ ખબર, તકનીકી ખામી સર્જાતા Farmer Registry Portal પર નોંધણી બંધ

શહેરમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઘટતા તાપમાનના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકોર અનુભવા છે. ઉપરાંત દિવસ દરમિયાનમાં ઠંડકનો અહેસાસ થાય છે.

- Advertisement -
Share This Article