ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આપી છે.

rain uttarakhand flood

- Advertisement -

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આજે 20મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ

- Advertisement -

21મી જુલાઈના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, રોજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાતના જિલ્લાઓમાં વરસાદની કોઇ ચેતવણી નથી.

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ

- Advertisement -

22મી જુલાઈના રોજ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામા આવી નથી.

23મી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે.

Share This Article