India Border Infiltration Data: સરહદી સુરક્ષાના ચોંકાવનારા આંકડા: ૧૧ વર્ષમાં બાંગ્લાદેશ બોર્ડર પરથી સૌથી વધુ ૧૮,૮૫૧ ઘૂસણખોરો પકડાયા

Arati Parmar
2 Min Read

India Border Infiltration Data: વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરીનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે, આ જ સમયગાળા દરમિયાન પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ અને ભૂટાન સાથે જોડાયેલી સરહદો પર સુરક્ષા દળો દ્વારા કુલ ૨૩,૯૨૬ ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આ માહિતી આપી હતી.

ભારત-બાંગ્લાદેશ સરહદે સૌથી વધુ ઘૂસણખોરી

- Advertisement -

લોકસભામાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, ઘૂસણખોરીના સૌથી વધુ કિસ્સાઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સામે આવ્યા છે. ત્યારબાદ ભારત-મ્યાંમાર, ભારત-પાકિસ્તાન અને ભારત-નેપાળ-ભૂટાન સરહદનો નંબર આવે છે. આંકડા દર્શાવે છે કે ભારતની પશ્ચિમી અને પૂર્વીય સરહદો પર સતત ઘૂસણખોરીના પ્રયાસો થતા રહ્યા છે, જ્યારે ઉત્તરમાં ચીન સાથેની સરહદ પર ઘૂસણખોરીનો એક પણ કેસ રિપોર્ટ થયો નથી.

૩,૧૨૦ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી

- Advertisement -

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા અને શર્મિલા સરકારના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ થી ૨૦૨૪ વચ્ચે બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન અને નેપાળ-ભૂટાન સરહદો પરથી કુલ ૨૦,૮૦૬ ઘૂસણખોરોને પકડવામાં આવ્યા હતા, જ્યારે જાન્યુઆરી થી નવેમ્બર ૨૦૨૫ વચ્ચે ૩,૧૨૦ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી.

આંકડાઓ મુજબ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સૌથી વધુ ૧૮,૮૫૧ ઘૂસણખોરો પકડાયા હતા. ત્યારબાદ ભારત-મ્યાંમાર સરહદ પર 1165, ભારત-પાકિસ્તાન સરહદ પર 556 અને ભારત-નેપાળ-ભૂટાન સરહદ પર 234 ઘૂસણખોરોની ધરપકડ થઈ હતી.

- Advertisement -

ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરીનો કોઈ કેસ નથી

૨૦૨૫માં નવેમ્બર સુધીના માસિક આંકડા પણ ઘૂસણખોરીની ઘટનાઓ ચાલુ હોવાની પુષ્ટિ કરે છે. આ દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૨,૫૫૬, ભારત-મ્યાંમાર સરહદ પર ૪૩૭, ભારત-પાકિસ્તાન સરહદ પર ૪૯ અને ભારત-નેપાળ-ભૂટાન સરહદ પર ૭૮ ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે. સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે ૨૦૨૫માં પણ ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરીનો કોઈ કિસ્સો સામે આવ્યો નથી, જે ઉત્તરી સરહદ પર અલગ પ્રકારની સુરક્ષા સ્થિતિ દર્શાવે છે.

Share This Article