ભારતનો ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન ઇલેવન ટીમ વિરુદ્ધ 6 વિકેટે વિજય થયો

Reena Brahmbhatt
2 Min Read

કેનબેરા, તા.1 : એડિલેડમાં શુક્રવારથી શરૂ થનાર ડે/નાઇટ ટેસ્ટ મેચ અગાઉની એકમાત્ર અભ્યાસ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન ઇલેવન ટીમ વિરુદ્ધ 6 વિકેટે વિજય થયો હતો. મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયા બાદ આજે પિન્ક બોલથી 46-46 ઓવરની ઇનિંગની મેચ અભ્યાસ મેચ રમાઈ હતી. ઓસિ.

પીએમ ઇલેવન ટીમ 43.2 ઓવરમાં 240 રને ઓલઆઉટ થઇ હતી. ભારતે 46 ઓવર રમીને પ વિકેટે 2પ7 રન કર્યા હતા. રાહુલ 27 અને શુભમન પ0 રને રિટાયર્ડ આઉટ થયા હતા જ્યારે કપ્તાન રોહિત શર્મા ફક્ત 3 રન કરી નિષ્ફળ રહ્યો હતો. અભ્યાસ મેચમાં ભારત તરફથી હર્ષિત રાણાએ ધારદાર બોલિંગ કરી હતી. તેને 4 વિકેટ મળી હતી. જે તેણે 6 દડામાં લઈને સપાટો બોલાવ્યો હતો. ઓસિ. ટીમ તરફથી ઓપનર સેમ કોન્સ્ટાસે 97 દડામાં 14 ચોગ્ગા-1 છગ્ગાથી 107 રન કર્યા હતા.

- Advertisement -

જેક કલેટને 40 અને પૂંછડિયા હેનો જેકબ્સે આક્રમક 61 રન કર્યાં હતા. રાણાની 4 વિકેટ ઉપરાંત આકાશદીપને 2 વિકેટ મળી હતી. બાદમાં ભારતે ગુલાબી દડાથી સારી બેટિંગ પ્રેક્ટિસ કરીને 46 ઓવર સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન પ વિકેટે 27પ રન થયા હતા. જયસ્વાલ 4પ રને આઉટ થયો હતો. વાપસી કરનાર ગિલે અર્ધસદી કરી હતી. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ 42 અને સુંદરે અણનમ 42 રન બનાવ્યા હતા. જાડેજા 27 રને આઉટ થયો હતો. ચાર્લી એન્ડરસને 2 વિકેટ લીધી હતી.

Share This Article