Indo-Russia UAV Lab 2026: ભારત-રશિયા વચ્ચે મોટી ડીલ, ડ્રોન અને સ્પેસ ટેકનોલોજી પર સાઈન થયા MoU; યુપીમાં બનશે UAV લેબ

Arati Parmar
2 Min Read

Indo-Russia UAV Lab 2026: દુનિયાભરમાં વધતા ડ્રોનના ઉપયોગને ધ્યાનમાં રાખીને ભારત અને રશિયાએ ટેકનિકલ સહયોગને વધુ મજબૂત કરવા માટે એક મહત્વના એમઓયુ (MoU) સાઈન કર્યા છે. ઇન્ડો-રશિયા ઇનોપ્રેક્ટિકા ટેકનોલોજી હબે ભારતમાં અત્યાધુનિક માનવરહિત હવાઈ વાહન (UAV) અને સેટેલાઇટ પ્રયોગશાળા સ્થાપિત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરી છે.

ગયા અઠવાડિયે કાનપુર સ્થિત છત્રપતિ શાહૂ જી મહારાજ યુનિવર્સિટી (CSJMU) ફાઉન્ડેશન, કલામ એસપીએસ રિસર્ચ સેન્ટર અને રશિયાના જિયોસ્કેન ગ્રુપએ ઇનોપ્રેક્ટિકા ટેકનોલોજી હબ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ એમઓયુની સાથે જ ડ્રોન અને સેટેલાઇટ સર્ટિફિકેશન કોર્સની પણ શરૂઆત કરવામાં આવી.

- Advertisement -

રશિયાના રાજદૂતે શું કહ્યું?

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે આને દ્વિપક્ષીય સહયોગનું ઐતિહાસિક પગલું ગણાવતા કહ્યું કે, CSJMU પરિસરમાં યુએવી (UAV) લેબની સ્થાપના ભારત-રશિયા ટેકનિકલ ભાગીદારીને નવી દિશા આપશે. તેમણે જણાવ્યું કે આ પહેલ ડિસેમ્બર ૨૦૨૫માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન નક્કી થયેલા દ્વિપક્ષીય ટેકનિકલ એજન્ડાનો મહત્વનો હિસ્સો છે.

- Advertisement -

સમજૂતીમાં ટેકનિકલ વિકાસની સાથે સાથે માનવ સંસાધન તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી બંને દેશોના યુવાનોને અદ્યતન ડ્રોન અને અવકાશ ટેકનોલોજીમાં તાલીમ મળી શકે.

આ એમઓયુ (MoU) ના ઉદ્દેશ્ય શું છે?

- Advertisement -

આ સમજૂતી હેઠળ ભારતમાં ડ્રોન અને સ્પેસ ટેકનોલોજીને મજબૂત કરવી.

વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનિકલ તાલીમ આપવી.

UAV ડિઝાઇન, ફ્લાઇટ ઓપરેશન અને ડેટા એનાલિટિક્સમાં રિસર્ચ કરવું.

ભારત-રશિયા વચ્ચે ટેકનોલોજી સહયોગને પ્રોત્સાહન આપવું.

કેમ મહત્વની છે આ સમજૂતી?

આ સમજૂતીથી ભારત-રશિયા વચ્ચે ટેકનિકલ ભાગીદારી વધુ મજબૂત થશે.

ડિફેન્સ, અવકાશ અને AI આધારિત ડ્રોન સેક્ટરમાં સહયોગ વધશે.

ભવિષ્યની સંરક્ષણ અને નાગરિક ડ્રોન ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા આવશે.

Share This Article