IPS Isha Singh: લેડી સિંઘમ ઈશા સિંહનું દિલ્હી ટ્રાન્સફર! વિજયની રેલીમાં નેતા પાસેથી માઈક છીનવી મચાવ્યો હતો ફફડાટ

Arati Parmar
2 Min Read

IPS Isha Singh: એક્ટર વિજયની રેલીમાં TVK (તમિલગા વેટ્ટ્રી કઝગમ) ના નેતા સાથે ભીડનાર તેજતર્રાર આઈપીએસ (IPS) અધિકારી ઈશા સિંહની દિલ્હી બદલી કરી દેવામાં આવી છે. હકીકતમાં, રેલી દરમિયાન આઈપીએસ ઓફિસર ઈશા સિંહને TVK નેતા બુસ્સી આનંદ પાસેથી એનાઉન્સમેન્ટની વચ્ચે માઈક છીનવતા જોવામાં આવ્યા હતા. ઈશા સિંહે જ્યારે જોયું કે વધુ ભીડ ભેગી કરવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે તેમણે TVK ના જનરલ સેક્રેટરી બુસ્સી આનંદનું ભાષણ વચ્ચે જ રોકી દીધું હતું. TVK નેતા પાસેથી માઈક છીનવવાની આ ઘટના ૯ ડિસેમ્બરના રોજ બની હતી. TVK એ આ રેલી પુડુચેરીના ઉપ્પલમ પોર્ટ ગ્રાઉન્ડ પર રાખી હતી. આ જગ્યા પર લોકોના એકઠા થવાની ક્ષમતા ૫ હજાર હતી. ત્યારે ઈશા સિંહના એક્શનના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેમને સોશિયલ મીડિયા પર ‘લેડી સિંઘમ’, ‘રિયલ લેડી સિંઘમ’ જેવા નામ મળ્યા હતા. પુડુચેરીથી ટ્રાન્સફર થયા બાદ આઈપીએસ ઈશા સિંહ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.

કોણ છે ઈશા સિંહ?

૧૯૯૮ માં મુંબઈમાં જન્મેલા ઈશા સિંહ એક અત્યંત સન્માનિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના માતા આભા સિંહ છે, જે વ્યવસાયે એડવોકેટ છે. ઈશાના પિતા યોગેશ પ્રતાપ સિંહ (વાય પી સિંહ) ૧૯૮૫ બેચના IPS ઓફિસર હતા. તેમણે ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વારંવાર ‘સજા’ વાળી પોસ્ટિંગ મળ્યા બાદ રાજીનામું આપી દીધું હતું, જ્યારે તેમના માતા આભા સિંહે કાયદાની પ્રેક્ટિસ કરવા માટે ભારતીય ટપાલ સેવા છોડી દીધી હતી. આભા સિંહે સલમાન ખાન હિટ-એન્ડ-રન સહિતના હાઈ-પ્રોફાઈલ જનહિતના કેસો સંભાળ્યા છે. એટલું જ નહીં, ઈશા સિંહના નાના પણ એક પોલીસ ઓફિસર હતા.

- Advertisement -

કડક તેવરવાળા છે ઈશા

૨૦૨૧ બેચના આઈપીએસ અધિકારી ઈશા સિંહ AGMUT કેડરમાં આવે છે. ૩૦ વર્ષના ઈશાએ પોલીસ તરીકે લોકહિતના અનેક મામલામાં કડક નિર્ણયો લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોલીસમાં જોડાતા પહેલા ઈશાએ કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમણે નેશનલ લો સ્કૂલ, બેંગલુરુથી ગ્રેજ્યુએટ થયા બાદ કોર્પોરેટ વર્લ્ડની ઇન્ટર્નશિપ અને નોકરીને ઠુકરાવી દીધી હતી. તેના બદલે માનવાધિકાર અને જનહિત અરજીના કેસો સંભાળવાનું પસંદ કર્યું. ૨૦૨૧ માં, તેમણે મુંબઈમાં સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે માર્યા ગયેલા ત્રણ મેન્યુઅલ સ્કેવેન્જર્સની વિધવાઓ માટે ૧૦ લાખ રૂપિયા અપાવ્યા હતા. ત્યારબાદ UPSC માં પસંદગી પામીને IPS બન્યા.

Share This Article