Gyanesh Kumarના રાજીનામાની માંગ
TMC ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે મતચોરીની વાત બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે કરી હતી. મતચોરી કરીને BJP 2026માં જીતી, મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહારમાં જીતી અને બંગાળમાં લૂંટ કરી. તમને ખબર છે કે અમે અહીં લોકોને લઈને આવ્યા હતા. ચૂંટણી પંચ પાસે ગયા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા. તમામ દરવાજા ખખડાવ્યા. પરંતુ હવે તો ખુલ્લેઆમ થઈ ગયું છે કે Gyanesh Kumar ચોર છે. તેમણે મતચોરી કરી, EVM મશીન સળગાવી દીધી. EVM મશીનને હાઇજેક કર્યું અને કાઉન્ટિંગમાં ધાંધલી કરી. તેથી તેમણે તરત રાજીનામું આપવું પડશે. આપણે લોકશાહીને બચાવી રાખવી પડશે. લોકોની સુરક્ષા જાળવી રાખવી પડશે.
મતદાન આપણો બંધારણીય અધિકાર
મમતા બેનર્જીએ આગળ કહ્યું કે આપણે લોકોના મતદાનના અધિકારને પણ સુરક્ષિત રાખવો પડશે. આ આપણો બંધારણીય અધિકાર છે. આ સમાજ પ્રત્યે આપણી જવાબદારી છે. જો લોકો મતદાન નથી કરી રહ્યા અથવા તેમના મતની ચોરી થઈ રહી છે તો પછી દેશનું શું થશે. તેથી અમારી માંગ છે કે જો Gyanesh Kumar રાજીનામું આપતા નથી તો આ આંદોલન ખૂબ આગળ સુધી પહોંચી શકે છે. આ આંદોલન જમીનથી આકાશ અને ચંદ્ર-સૂર્ય સુધી જશે. બસ આપણે લોકોએ એકસાથે મળીને લડવાનું છે.

