SafeSea Vishnu Attack: તેલ ટેન્કર સેફસી વિષ્ણુ પર ઇરાક પાસે સુસાઇડ બોટથી હુમલો, એક ભારતીયનું મોત

Arati Parmar
2 Min Read

SafeSea Vishnu Attack: અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે તેલ ટેન્કરો પર હુમલા શરૂ થઈ ગયા છે. આ પ્રકારનો જ એક હુમલો ઇરાક પાસે અમેરિકાની માલિકીના ઓઇલ ટેન્કર ‘સેફસી વિષ્ણુ’ (SafeSea Vishnu) પર થયો છે. આ હુમલામાં એક ભારતીયનું મોત નીપજ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને સુસાઈડ બોટથી ઓઈલ ટેન્કર સેફસી વિષ્ણુ પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીયનું મૃત્યુ થયું હતું.

3 જહાજોનો પીછો કરવામાં આવ્યો હતો

કેટલાક અહેવાલો અનુસાર, સ્પીડ બોટોએ 3 જહાજોનો પીછો કરીને તેમના પર હુમલા કર્યા હતા. આમાંનું એક અમેરિકાનું ‘સેફસી વિષ્ણુ’ પણ હતું. અમેરિકન માલિકીના અને માર્શલ આઈલેન્ડના ધ્વજ ધરાવતા તેલ ટેન્કર સેફસી વિષ્ણુ પર ઇરાકના પ્રાદેશિક જળક્ષેત્રની અંદર ખોર અલ ઝુબેર બંદર પાસે ઇરાની ‘આત્મઘાતી’ બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ, 27 લોકો બચાવાયા

ઇરાકી પોર્ટ્સ કંપનીના જણાવ્યા અનુસાર, આ જહાજો પર વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે, ક્રૂ મેમ્બર્સના 27 સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ કમનસીબે એક વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામનાર વ્યક્તિ ભારતીય હતો. બચાવવામાં આવેલા લોકોને ઇરાકી શહેર બસરા લઈ જવામાં આવ્યા છે.

ઈરાને અમેરિકા-ઈઝરાયેલને આપી મોટી ચેતવણી

ઈરાને ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ લાંબુ ખેંચાવાનું છે, જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને તબાહ કરી દેશે. અત્યાર સુધી આ જંગમાં કોઈને ખાસ સફળતા મળી નથી. ઉલટું, સમગ્ર અખાતી દેશોમાં ઈરાને કતાર, બહેરીન, સાઉદી અરેબિયા અને યુએઈના અનેક ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે.

- Advertisement -

બહેરીને નાગરિકોને ઘરોમાં રહેવા કહ્યું

આ દરમિયાન, બહેરીનમાં ઇંધણની ટેન્કો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. બહેરીને તેના નાગરિકોને ઘરોમાં જ રહેવા કહ્યું છે. બહેરીનમાં તો ખારા પાણીને પીવાલાયક બનાવતા પ્લાન્ટ્સને ઈરાન નિશાન બનાવી રહ્યું છે. આવા જ એક પ્લાન્ટ પર ઈરાને હુમલો કર્યો હતો.

Share This Article