નવી દિલ્હી, તા. 29 : સંસદના ચોમાસુ સત્રના નવમા દિવસે સોમવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બજેટના હલવા સેરેમની વિશે કટાક્ષભેર વાત કરી ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના બંને હાથ માથાં પર રાખી દીધા હતા. બજેટનો જે હલવો વેચાઇ રહ્યો છે, તેની તસવીરમાં એક પણ ઓબીસી અધિકારી નથી દેખાતા…

એક પણ આદિવાસી નથી દેખાતો… આ શું થઇ રહ્યું છે ? તેવા પ્રહાર વિપક્ષી નેતાએ કર્યા હતા. રાહુલ ગાંધી આવું બોલ્યા કે તરત કોઇ પણ શબ્દો વિનાની પ્રતિક્રિયા આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામને બંને હાથ માથા પર મૂકી દીધા હતા.

