બજેટ 2024 ના ખાસ પોઈન્ટ,શું ફયદા છે આમા ખાસ ?

Reena Brahmbhatt
2 Min Read

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે સંસદમાં મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થયું છે. નિર્મલાનું 7મું બજેટ છે.

કેન્સરના દર્દીઓ માટે વધુ 3 દવાઓ માટે કસ્ટમમાંથી મુક્તિની જાહેરાત કરી છે. ઉપરાંત, મોબાઇલ ફોન અને સંબંધિત ભાગોના કિસ્સામાં, સરકારે મોબાઇલ ફોન અને ચાર્જર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15 ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

- Advertisement -

budget

કેન્દ્ર પૂર્વોત્તરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 શાખાઓ સ્થાપશે

- Advertisement -

મુદ્રા યોજના હેઠળ લોન મર્યાદા બમણી કરીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે

આગામી પાંચ વર્ષમાં ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ‘ઇન્ટર્નશિપ’ની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે.

- Advertisement -

100 શહેરોમાં રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક પાર્કને પણ પ્રોત્સાહન આપશે.

મૂડી ખર્ચ માટે 11.11 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ભારતના જીડીપીના 3.4 ટકા હશે.

કેન્દ્રીય બજેટ 2024-25માં નવ પ્રાથમિકતાઓની જાહેરાત કરી. આ નવ પ્રાથમિકતાઓમાં ઉત્પાદકતા, રોજગાર, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન અને સુધારાનો સમાવેશ થાય છે.

આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળશે.

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ‘પૂર્વોદય’ યોજના પણ લાવશે. ઔદ્યોગિક કોરિડોરને ટેકો આપશે.

5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપની તક મળશે. આ સમયગાળા દરમિયાન, દર મહિને 5000 રૂપિયા મળશે.

બિહારમાં નવા એરપોર્ટ, તબીબી સુવિધાઓ અને રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં હાઈવે માટે 26 હજાર કરોડ રૂપિયા વધુ ફાળવવામાં આવ્યા છે.

આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. આ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે છે.

ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઈ-વાઉચર આપવામાં આવશે.

પાંચ યોજનાઓ માટે પેકેજ, રોજગાર અને તાલીમને મજબૂત કરવાનો છે. સરકારે આ માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને તાલીમ માટે 1.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Share This Article